FD Rates: આ 3 બેંકોએ FD રેટ્સમાં કર્યો બદલાવ, તમને મળશે 8.05% સુધી વ્યાજ
ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે કેટલીક બેંકોએ તેમના એફડી દરમાં ફેરફાર કર્યો છે. તમામ બેંકો સમયાંતરે FDના દરમાં સુધારો કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ અને બેંક ઓફ બરોડાએ એફડીના દરોમાં સુધારો કર્યો છે. હવે ગ્રાહકો FD પર 8.05 ટકા સુધી વ્યાજ મેળવી શકશે. જો કે, આ તમામ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લાગુ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબ નેશનલ બેંક દ્વારા 400 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ 7.25 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા અને સુપર સીનિયર સીટીઝનને 8.05 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ દર 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
પંજાબ એન્ડ સિંધ બેંક લોકોને 2.80 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. આ વ્યાજ 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપવામાં આવે છે. સુપર સીનિયર સીટીઝનને 222 દિવસ, 333 દિવસ, 444 દિવસ, 666 દિવસ અને 999 દિવસના કાર્યકાળ પર 0.15 ટકાનું વધારાનું વ્યાજ આપવામાં આવે છે. આ દરો 1 ઓક્ટોબર, 2024થી લાગુ થઈ ગયા છે.
બેંક ઓફ બરોડા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે લોકોને 4.25 ટકાથી 7.15 ટકા સુધીનું વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિકોને 4.75 ટકાથી 7.60 ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે. આ નવા દર 3 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણનો ભરોસાપાત્ર વિકલ્પ છે. FDમાં રોકાણ કરવાની સુવિધા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ છે. બેંકોમાં થાપણો પર વિશ્વાસ રાખવાની સાથે, તમને તેના પર નિશ્ચિત સમય પર નિશ્ચિત વ્યાજ પણ મળે છે. તે સમયે બજારની સ્થિતિ ગમે તે હોય તમને ડિપોઝિટ પર નિશ્ચિત વ્યાજ મળશે. FDની આ એક માત્ર વિશેષતા નથી, પરંતુ આવા ઘણા ફાયદા છે જે આપણે જાણવું જોઈએ.
FD કર્યા પછી તમારી પાસે પાકતી મુદત પહેલા પણ પૈસા ઉપાડવાની તક છે. જોકે, પ્રી-મેચ્યોર ઉપાડ માટે કેટલાક ચાર્જ ચૂકવવા પડે છે. તે વિવિધ બેંકોમાં બદલાય છે. સામાન્ય રીતે તે એક ટકા સુધી હોઈ શકે છે. એફડીની આ વિશેષતાને કારણે તેને લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ પણ કહેવામાં આવે છે. જો અચાનક કોઈ ઈમરજન્સી ઊભી થાય તો તમે તરત જ FDમાંથી પૈસા ઉપાડી શકો છો.