Fixed Deposit: શું તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનું વિચારો છો? આ સાત બેંકો 9 ટકા સુધી વ્યાજ આપી રહી છે
રિઝર્વ બેંક દ્વારા મે મહિનાથી છઠ્ઠી વખત રેપો રેટમાં વધારો કર્યા બાદ રેપો રેટ વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે લોનના વ્યાજમાં વધારાની સાથે બેંકની યોજનાઓનું વ્યાજ પણ વધ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણી બેંકો ફિક્સ ડિપોઝીટ પર ઉંચુ વ્યાજ ઓફર કરી રહી છે. અહીં કેટલીક એવી બેંકો વિશે માહિતી આપવામાં આવી રહી છે, જે FD પર 9% વ્યાજ આપી રહી છે.
ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય લોકોને એફડી પર 8.11 ટકા અને વરિષ્ઠ નાગરિકોને રૂ. 5,000ના લઘુત્તમ રોકાણ પર 8.71 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે.
વરિષ્ઠ નાગરિકો IDBI બેંકની FDમાં 8 ટકા સુધીનું વ્યાજ મેળવી શકે છે. તેમજ સામાન્ય નાગરિકો 7.25 ટકાનો લાભ મેળવી શકે છે.
બંધન બેંક 600 દિવસના કાર્યકાળ પર વરિષ્ઠ નાગરિકોને FD પર 8.50% વ્યાજ આપી શકે છે. યસ બેંક 35 મહિનાની FD પર 8.25 ટકા વ્યાજ ચૂકવી રહી છે.
સૂર્યોદય ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને 999 દિવસ માટે 8.76 ટકા વ્યાજ આપી રહી છે. RBL બેંક 725 દિવસની FD પર 8.30% વ્યાજ ચૂકવે છે. ઉજ્જિવન ફાઇનાન્સ બેંક 80 અઠવાડિયા માટે FD પર 8.75% વ્યાજ ચૂકવે છે.