Gold Price: ચાલુ વર્ષે 28% મોંઘું થયું સોનું, જાણો 2021માં કેટલો રહી શકે છે ભાવ
અમેરિકન સરકારે તાજેતરમાં પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું છે, જેને લઇ ડોલરમાં લિક્વિડિટી વધશે. ડોલરમાં નબળાઇથી સોનાના ભાવને સપોર્ટ મળશે. આ ઉપરાંત વેક્સિનની ઉપલબ્ધતા, વ્યાજદરોમાં ઘટાડો પણ આગામી વર્ષે ચાલુ રહેશે. આગામી વર્ષે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓગસ્ટ બાદ સોનાના ભાવમાં અત્યાર સુધી 10 ટકા ઘટાડો થયો છે. કોરોના રસીના અહેવાલ વચ્ચે રોકાણકારોએ હવે અન્ય ધાતુમાં રોકાણ કરવાનું શરૂ કર્યુ છે. કોમોડિટી બજાર સાથે સંકળાયેલા જાણકારોના જણાવ્યા મુજબ, 2021માં રોકાણકારોની નજર પણ આના પર રહેશે.
નિષ્ણાતોના કહેવા મુજબ કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાના કારણે સોના ભાવ વધ્યા છે. કેન્દ્રીય બેંકો દ્વારા લિક્વિડિટીને લઈ ભરવામાં આવેલા પગલાના કારાણે રોકાણકારોએ સોનામાં રોકાણ કર્યુ હતુ. આર્થિક અનિશ્ચિતતાના સ્થિતિમાં સોનામાં રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. માર્ચ બાદ સોનામાં તેજી જોવા મળી હતી. ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ટોચ પર પહોંચી ગયો હતો.
નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે સોનાના ભાવમાં 28 ટકા વધારો થયો છે. જાણકારોના કહેવા મુજબ આગામી વર્ષે પણ તેમાં ચમક જળવાશે અને રોકાણકારોની પ્રથમ પસંદ બની રહેશે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 23 ટકા વધ્યો છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે નાંખવામાં આવેલા લોકડાઉન દરમિયાન સલામત રોકાણ ગણાતા સોનાની માંગમાં વધારો થયો હતો અને ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -