Gold Purity Test: તમારું સોનું કેટલું શુદ્ધ છે તે આ એપ દ્વારા થોડી જ મિનિટોમાં જાણી શકાશે! જાણો શું છે પ્રોસેસ
Gold Purity Test: સોનું ચેક કરવા માટે, તમે પહેલા તમારા મોબાઈલમાં BIS CARE એપ ડાઉનલોડ કરો. એપ્લિકેશન દ્વારા, તમે થોડીવારમાં જ્વેલરીની શુદ્ધતા ચકાસી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBIS CARE APP: ભારતમાં સદીઓથી સોનું ખરીદવાનો રિવાજ રહ્યો છે. ભારતમાં શુદ્ધ સોનાની સાથે નકલી સોનું પણ મોટી માત્રામાં ઉપલબ્ધ છે.
આવી સ્થિતિમાં, સોનાની ચકાસણી કરવા માટે, સરકારે જ્વેલરી પર હોલમાર્કિંગ જરૂરી બનાવ્યું છે. આ પછી, જો તમે સોનું ખરીદતી વખતે તેની શુદ્ધતા તપાસવા માંગો છો, તો તમે આ માટે એક એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ આ એપને BIS કેર એપ નામ આપ્યું છે, જેના દ્વારા તમે સરળતાથી હોલમાર્કવાળી જ્વેલરીની શુદ્ધતા ચકાસી શકો છો.
સોનું ચેક કરવા માટે, તમે પહેલા તમારા મોબાઈલમાં BIS CARE એપ ડાઉનલોડ કરો. આ એપ ડાઉનલોડ કરો અને ઓપન કરો. પછી તેમાં તમારું નામ, આધાર નંબર, ઈમેલ આઈડી વગેરે દાખલ કરો અને એપ પર તમારી જાતને રજીસ્ટર કરો.
આ પછી તમારા મોબાઈલ નંબર પર OTP આવશે અને તમારો નંબર અને ઈમેલ આઈડી વેરિફાઈ થઈ જશે. આ પછી તમે આ એપ વડે સરળતાથી જ્વેલરી ચેક કરી શકો છો.
તમને જણાવી દઈએ કે દરેક હોલમાર્કવાળી જ્વેલરીને એક યુનિક નંબર મળે છે, જેનું નામ HUID નંબર છે. આ એપ ખોલો અને HUID નંબર તપાસવા માટે 'વેરીફાઈ HUID' પર ક્લિક કરો. આ પછી, તમે નંબર કરો કે તરત જ તમને તેની સાચીતા ખબર પડી જશે.