Government Scheme: આ સ્કીમમાં રોજ માત્ર 7 રૂપિયાનું કરો રોકાણ અને મેળવા દર મહિને રૂ. 5000 પેન્શન, જાણો સંપૂર્ણ વિગત
જો તમને દર મહિને 1000 રૂપિયાનું પેન્શન જોઈએ છે, તો તમારે આ સ્કીમમાં દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરાવવા પડશે, ત્યારબાદ તમને દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મળવા લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે તમારા રોજિંદા જીવનમાંથી બચત કરીને આ યોજનામાં રોકાણ કરી શકો છો અને સરકાર તરફથી દર મહિને રૂ. 1000 થી રૂ. 5000 નું પેન્શન મેળવી શકો છો.
તમારે આ સ્કીમમાં 20 વર્ષ સુધી સતત રોકાણ કરવું પડશે. જો તમે સાદા શબ્દોમાં સમજીએ તો, જો તમે 40 વર્ષની ઉંમરે રોકાણ કરો છો, તો તમારે 60 વર્ષની ઉંમર સુધી પૈસા જમા કરાવવા પડશે, ત્યારબાદ તમને દર મહિને પેન્શન મળવાનું શરૂ થશે
અટલ પેન્શન યોજના તમને પેન્શનની ગેરંટી આપે છે એટલું જ નહીં આ યોજના તમને આશરે રૂ. 1.5 લાખનો ટેક્સ પણ બચાવે છે. આ કર લાભ આવકવેરાની કલમ 80C હેઠળ આપવામાં આવે છે. જો કે, આવકવેરાદાતાઓ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
હવે આ પેન્શનનું ગણિત સમજો. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો આ સ્કીમમાં દરરોજ 7 રૂપિયા અને દર મહિને 210 રૂપિયા જમા કરાવવાથી, તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.
આ યોજના હેઠળ પતિ અને પત્ની બંને 10,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે. જો પતિ 60 વર્ષની વય પહેલા મૃત્યુ પામે છે, તો પત્નીને આ પેન્શનનો લાભ મળશે.
જો પતિ અને પત્ની બંને મૃત્યુ પામે છે, તો સંપૂર્ણ પૈસા નોમિનીને પરત કરવામાં આવશે.