પોપકોર્ન એક પણ GST રેટ અલગ-અલગ, જાણો ક્યા પોપકોર્ન સસ્તા થયા અને ક્યા મોંઘા થયા

શનિવારે મળેલી GST કાઉન્સિલની બેઠક બાદ કાઉન્સિલે પોપકોર્ન પરના ટેક્સને લઈને મૂંઝવણ દૂર કરવા સ્પષ્ટતા જાહેર કરી છે. કાઉન્સિલે સ્પષ્ટ કર્યું કે તૈયાર પોપકોર્ન પર ટેક્સ તેના પેકેજિંગ અને ઘટકોના આધારે બદલાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જો પોપકોર્ન પ્રી-પેક્ડ છે પરંતુ લેબલ નથી, તો તેના પર 5 ટકા જીએસટી લાગુ થશે. તે જ સમયે, જો તેને પેક અને લેબલ સાથે વેચવામાં આવે છે, તો 12 ટકા ટેક્સ લાગશે.

જો કે, જ્યારે પોપકોર્નને ખાંડ સાથે ભેળવીને કારામેલાઇઝ કરવામાં આવે છે, ત્યારે તેને ખાંડની કન્ફેક્શનરી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ કારણે તેના પર 18 ટકા GST લાગશે.
કાઉન્સિલે એમ પણ કહ્યું હતું કે ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) વર્તમાન ટેક્સ વ્યવસ્થાને સ્પષ્ટ કરવા માટે એક પરિપત્ર બહાર પાડશે.
GST કાઉન્સિલના આ નિર્ણયથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પોપકોર્નની વિવિધ જાતો પર અલગ-અલગ દર લાગુ થશે. રેગ્યુલર સોલ્ટ અને મસાલા પોપકોર્ન પર ઓછો ટેક્સ છે, જ્યારે મીઠી, કેરેમેલાઈઝ્ડ પોપકોર્ન પર વધુ ટેક્સ ચૂકવવો પડશે.