Habtoor Tower Dubai: બુર્જ ખલિફાને ટક્કર આપનાર ટાવર, દુબઈમાં બનશે નવો રેકોર્ડ, તસવીરોમાં જુઓ ઈમારતની ઊંચાઈ
દુબઈ આજે વિશ્વના સૌથી વૈભવી શહેરોમાંનું એક બની ગયું છે. આ શહેર નાણાકીય કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ સિવાય દુબઈની બીજી ઓળખ આકાશને સ્પર્શતી ઈમારતોની છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા આ શહેરમાં છે. હવે આ શહેર એક નવું કારનામું કરવા જઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ-હબતુર ગ્રુપ, જે ઘણા સેક્ટરમાં બિઝનેસ કરે છે, તે દુબઈમાં ગગનચુંબી ઈમારત બનાવવા જઈ રહ્યું છે. આ ઈમારત હેબતૂર ટાવર તરીકે ઓળખાશે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ ટાવર વિશ્વની સૌથી ઊંચી રહેણાંક ઇમારત તરીકે ઓળખાશે.
અલ-હબતુર ગ્રુપે તાજેતરમાં આ ટાવરની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તેનો પ્રસ્તાવિત અલ-હબતુર ટાવર શેખ ઝાયેદ રોડ પર સ્થિત હશે, જે દુબઈના સૌથી મુખ્ય સ્થળો પૈકી એક છે. આ સાથે આ ટાવર દુબઈ વોટર કેનાલના કિનારે પણ હશે.
અલ હબતુર ગ્રુપના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગનો બિલ્ટ-અપ એરિયા 3,517,313 ચોરસ ફૂટ હશે. તેમાં જમીનથી ઉપર 81 માળ હશે. કંપનીનું કહેવું છે કે તે આ ટાવરના નિર્માણનો પ્રોજેક્ટ 36 મહિનામાં પૂર્ણ કરશે.
અલ-હબ્તૂર ગ્રુપના સ્થાપક અધ્યક્ષ ખલાફ અલ હબતૂર પોતે બિલ્ડર એટલે કે કોન્ટ્રાક્ટર રહી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાના હાથે આ ભવ્ય ઈમારતનો પાયો નાખશે અને જણાવશે કે આ ટાવરના નિર્માણમાં કઈ અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ખલાફ અલ હબતુર દાવો કરે છે કે તેમની કંપની ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે રેકોર્ડ સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કરશે. ખલાફ અલ હબતુરની કંપની ઘણા સેક્ટરમાં બિઝનેસ કરે છે. કંપની ઘણા સ્થળોએ વૈભવી હોટેલો ચલાવે છે અને લક્ઝરી કારના શોરૂમ પણ ધરાવે છે.
અલ-હબ્તૂર ગ્રુપનું કહેવું છે કે હબતૂર ટાવર બનાવવા માટે આવી ઘણી તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ઉપયોગ UAEમાં અત્યાર સુધી કરવામાં આવ્યો નથી. તેમાં 15 મીટર ઉંચા સ્ટીલના સ્તંભો સાથે 80 મીટર ઊંડા ફાઉન્ડેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી બાંધકામમાં ઓછામાં ઓછા 6 મહિનાની બચત થશે.