Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં હવાઇ મુસાફરી દરમિયાન કેટલા રોકડા રૂપિયા લઇ શકો છો? જાણો નિયમ
દરરોજ હજારો લોકો વિમાનમાં મુસાફરી કરે છે. આ સમય દરમિયાન તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા હશે જેમાંથી એક હશે કે ફ્લાઈટમાં કેટલી રોકડ લઈ જઈ શકાય.ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ફ્લાઈટમાં જતા પહેલા પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે મુસાફરી કરતી વખતે કેટલી રોકડ લઈ રહ્યા છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તમે વિચારતા હશો કે આમાં વિચારવા જેવું શું છે, ભલે અમારો સામાન ગમે તેટલો હોય તો પણ અમે લઈ જઈ શકીએ છીએ. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જો તમે આવું વિચારી રહ્યા હોવ તો તે બિલકુલ ખોટું છે.
વાસ્તવમાં આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, તમે ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે રોકડ લઈ જઈ શકો છો. જો તમે નિયમોનું પાલન ન કરો તો તમને સજા પણ થઈ શકે છે.
હવે સવાલ એ ઉઠે છે કે ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે કેટલી રોકડ લઈ જઈ શકાય છે. તો અમે તમને જણાવી દઈએ કે જો તમે ડોમેસ્ટિક પ્રવાસ પર જઈ રહ્યા છો તો તમે 2 લાખ રૂપિયા સુધીની રોકડ લઈ જઈ શકો છો.
જોકે, આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેના નિયમો અલગ છે. જો તમે દેશની બહાર પ્રવાસ પર જઈ રહ્યા છો તો તમે ભૂટાન અને નેપાળ સિવાય અન્ય કોઈપણ દેશમાં જતી વખતે 3 હજાર ડોલર સુધીનું ચલણ લઈ જઈ શકો છો.
જ્યારે તમે બ્રિટન જઈ રહ્યા હોવ તો ત્યાં માત્ર 10 હજાર પાઉન્ડ લઈ શકો છો. જો તમારી પાસે આનાથી વધુ રોકડ મળી આવે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.