How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આ વખતે ફાઇલિંગની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. હાલમાં જૂનો ટેક્સ રેજિમ અને નવો ટેક્સ રેજિમ એમ બે પ્રકારના ટેક્સ રેજિમ છે. બંનેના પોતાના ફાયદા કે નુકસાન છે. નવો ટેક્સ રેજિમ, જૂના રેજિમની સરખામણીમાં સરળ ટેક્સ સ્લેબ આપે છે. આવો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ ITR ઈ ફાઇલિંગની ગાઇડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌ પ્રથમ ઇન્કમ ટેક્સ ઈ ફાઇલિંગ પોર્ટલ incometax.gov.in પર લોગિન કરો. જો તમે નવા યુઝર છો તો તમારા PAN નો ઉપયોગ કરીને તમારું રજિસ્ટ્રેશન કરો. હવે 'File Income Tax Return' પર ક્લિક કરો. ડેશબોર્ડ પર, 'e File' સેક્શન અને 'Income Tax Returns' સિલેક્ટ કરો.
ત્યારબાદ તમે જે વર્ષ માટે ફાઇલિંગ કરી રહ્યા છો, તેનું એસેસમેન્ટ યર સિલેક્ટ કરો. પછી તમારી ફાઇલિંગની સ્થિતિ પસંદ કરો જેમ કે 'Individual' કે 'હિન્દુ અવિભાજિત પરિવાર' (HUF). ત્યારબાદ ITR ફોર્મ સિલેક્ટ કરો.
જો તમારી આવક પ્રોફાઇલ પહેલા જણાવેલા નિયમો અનુસાર હોય તો ITR 1 (સહજ) તમારો સંભવિત વિકલ્પ હશે. આના માટે તમારે પહેલા એ નક્કી કરવું પડશે કે તમે ઓરિજિનલ રિટર્ન ફાઇલ કરી રહ્યા છો કે 'રિવાઇઝ્ડ' રિટર્ન દાખલ કરી રહ્યા છો.
ટેક્સ ફાઇલિંગ મોડમાં જાઓ અને પ્રિપેર એન્ડ સબમિટ ઓનલાઇન પર ક્લિક કરો. તમને જણાવી દઈએ કે મોટાભાગના એમ્પ્લોયર તરફથી કર્મચારીઓનું ફોર્મ 16 જારી કરી દેવામાં આવ્યું છે. જો તમે 31 જુલાઈ પહેલા ITR ફાઇલ કરો છો તો આ તમારા માટે ઘણી રીતે સારું રહેશે.