તમારા કોચમાં ટિકિટ વગરના મુસાફર ઘુસી જાય તો અહીં કરો ફરિયાદ, તાત્કાલિક થશે કાર્યવાહી
તહેવારો કે રજાના દિવસોમાં ટ્રેનમાં ટીકીટ લેવા માટે ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો બીજાના કોચમાં બેસીને મુસાફરી કરવાનું શરૂ કરે છે અને એસી કોચમાં જમીન પર બેસીને પણ મુસાફરી કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં હોળી પર આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં લોકો જ્યાં પણ જગ્યા જોઈ ત્યાં કોચમાં ઘૂસી ગયા હતા. તેની તસવીરો પણ વાયરલ થઈ હતી.
લોકો કોચમાં પ્રવેશે છે અને ત્યાં ટિકિટ લઈને બેઠેલા લોકોને એડજસ્ટ થવાનું કહે છે, એક સીટ પર બે લોકો બેસે છે.
હવે જો કોઈ તમારા કોચમાં બળજબરીથી પ્રવેશ કરે છે અને તમને એડજસ્ટ થવા માટે કહે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
તમે રેલવે હેલ્પલાઈન નંબર 138 પર આ અંગે ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત, તમે IRCTC અને રેલવેને ટેગ કરીને સોશિયલ મીડિયા પર પણ ફરિયાદ કરી શકો છો.
image 6આ બધા સિવાય જો તમે TTE જોશો તો તમે તેની ફરિયાદ કરી શકો છો, જો તમને મદદ ન મળે તો તમે રેલવેની વેબસાઈટ પર જઈને સંપૂર્ણ વિગતો પણ લખી શકો છો.