Aadhaar Download: આધાર કાર્ડ ખોવાઈ જાય તો ગભરાશો નહી, આ સરળ રીતે કરો ડાઉનલોડ
આધાર કાર્ડ હાલના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. ગમે ત્યારે આધાર કાર્ડની જરૂર પડી શકે છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની સાથે આધાર કાર્ડ રાખે છે. જો તમે તેને હંમેશા તમારા ખિસ્સામાં સાથે રાખો તો તે ખોવાઈ શકે છે. જો તમારું આધાર ખોવાઈ જાય તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આધાર કાર્ડ વગર અનેક કામો અટકી શકે છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો તમે સરળતાથી આધારને ફરીથી ડાઉનલોડ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કામ ઓનલાઈન થઈ શકે છે. નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આવો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે સરળતાથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
સૌથી પહેલા તમારે આધારની સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar પર જવું પડશે. પછી અહીં તમારે આધાર ડાઉનલોડ કરો પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે આધાર નંબરના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમારે તમારો 12 અંકનો આધાર નંબર નાખવો પડશે. ત્યારબાદ તમારે સિક્યોરિટી કોડ નાખવો પડશે અને Send OTP પર ટેપ કરવું પડશે. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો.
હવે જો તમે માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરવા માંગતા હોવ તો શું તમે માસ્ક્ડ આધાર ઈચ્છો છો વિકલ્પ પર ક્લિક કરો. OTP દાખલ કર્યા પછી, તમારે Verify & Download પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી તમને આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનો મેસેજ મળશે. હવે આધાર કાર્ડ ડાઉનલોડ થશે જેમાં પાસવર્ડ હશે. આ પાસવર્ડ છે - આધારમાં તમારા નામના પ્રથમ 4 અક્ષરો (કેપિટલ અક્ષરોમાં) અને તમારું જન્મ વર્ષ.