Income Tax Deadline: સપ્ટેમ્બરમાં ખત્મ થઇ જશે ટેક્સ સંબંધિત આ કામની ડેડલાઇન, જાણો સંપૂર્ણ લિસ્ટ
વર્ષ 2023 માટે આવકવેરા વિભાગના ઈ-કેલેન્ડરમાં તમામ મહત્વની ટેક્સ સંબંધિત સમયમર્યાદાની યાદી બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ ઘણી ડેડલાઈન પૂરી થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે કરદાતા છો અથવા ટેક્સ સંબંધિત કોઈ કામ કરો છો તો આ કેલેન્ડર તમને મદદ કરી શકે છે. અહીં 7 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ટેક્સ સંબંધિત કામ માટે ડેડલાઇન આપવામાં આવી છે.
7 સપ્ટેમ્બર: ઓગસ્ટ 2023 મહિના માટે કાપવામાં આવેલ ટેક્સ જમા કરવાની છેલ્લી તારીખ છે. આ તારીખ સુધીમાં ટેક્સ જમા કરાવવો ફરજિયાત છે.
જૂલાઈ 2023 મહિનામાં કલમ 194-IA, 194-IB, 194M, 194S હેઠળ કર કપાત માટે TDS પ્રમાણપત્ર જાહેર કરવાની નિયત તારીખ 14મી સપ્ટેમ્બર છે.
અસેસમેન્ટ યર 2024-25 માટે એડવાન્સ ટેક્સ અને TDSના બીજા હપ્તા માટે ફોર્મ 24G જાહેર કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર છે. આ ઉપરાંત, સ્ટોક એક્સચેન્જો સાથેના વ્યવહારો દરમિયાન ફોર્મ 3BBમાં વિગતો જાહેર કરવાની છેલ્લી તારીખ પણ છે.
ઓગસ્ટ મહિનામાં કલમ 194-IA, 194-IB, 194M, 194S હેઠળ કર કપાતના સંદર્ભમાં ચલણ સહિતની વિગતો રજૂ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. તે સિવાય આકારણી વર્ષ 2023-24 માટે કલમ 44AB હેઠળ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે.
પાછલા વર્ષની આવકને આગામી વર્ષ અથવા ભવિષ્યમાં લાગુ કરવા કલમ 11(1)ના સ્પષ્ટીકરણ હેઠળ ઉપલબ્ધ વિકલ્પનો ઉપયોગ કરવા માટે ફોર્મ 9Aમાં અરજી કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. ઉપરાંત, કલમ 10(21) અથવા કલમ 11(1) હેઠળ ભવિષ્યની અરજીઓ માટે આવક જમા કરાવવા માટે ફોર્મ નંબર 10 માં વિગતો જાહેર કરવાની છેલ્લી તારીખ છે. આ ઉપરાંત, 30 જૂન 2023 ના રોજ પૂરા થતા ત્રિમાસિક માટે જમા TCS અને TDSનું ત્રિમાસિક સ્ટેટમેન્ટ સબમિટ કરવાનો પણ આ છેલ્લો દિવસ છે.