શું તમે ખોટું ITR ફાઈલ કરો છો? જાણો કેટલો દંડ ભરવો પડશે
આઈટીઆર દાખલ કરતી વખતે લોકોએ તેમની સાચી માહિતી આપવી પડે છે. પરંતુ ઘણી વખત લોકો રિટર્નના ચક્કરમાં ફસાઈને આઈટીઆરમાં ખોટી માહિતી ભરી દે છે. પરંતુ જો કોઈ આવું કરે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. આવું કરવા પર દંડ પણ લગાવવામાં આવે છે. ચાલો જાણીએ કેટલો દંડ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈટીઆર ફાઇલ કરવું દરેક માટે જરૂરી છે. વર્ષ 2023-24 નાણાકીય વર્ષ માટે આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. આઈટીઆર ભરતી વખતે ઘણી વખત લોકો માહિતી નોંધાવી દે છે. પરંતુ જો ભૂલથી માહિતી નોંધાય છે તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને તેમાં સુધારો કરવાની તક આપે છે.
પરંતુ ઘણા એવા લોકો હોય છે જે જાણી જોઈને ટેક્સ બચાવવા માટે ખોટું આઈટીઆર ફાઇલ કરે છે. જો કોઈ જાણી જોઈને ખોટું આરટીઆઈ ફાઇલ કરે છે તો પછી તેણે બાકી રહેલા ટેક્સ રકમનો 100% થી લઈને 300% સુધીનો દંડ આપવો પડે છે.
આઈટીઆર ફાઇલ કરવું માત્ર જરૂરી નથી પરંતુ તમારા માટે ફાયદાકારક પણ છે. જો તમે સમયસર આઈટીઆર ફાઇલ કરતા આવ્યા છો, તો તમને ખૂબ સરળતાથી બેંકમાંથી લોન મંજૂરી મળી જાય છે. કારણ કે મોટાભાગની બેંકો અથવા લોન આપતી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ લોન આપતી વખતે 3 વર્ષનું આઈટીઆર માંગે છે. આ સાથે આઈટીઆર આવકનો પુરાવો પણ કામ કરે છે.
જ્યારે તમે કાર લોન અથવા હોમ લોન લો છો, ત્યારે તમારી પાસેથી આવકનો પુરાવો માંગવામાં આવે છે, પરંતુ જો તમે ત્યાં આઈટીઆર લગાવો છો તો તે આવકના પુરાવા તરીકે કામ કરે છે.
જ્યારે તમે વિઝા માટે અરજી કરો છો ત્યારે ઘણા દેશોની એમ્બેસી તમારી નાણાકીય સ્થિતિ ચકાસે છે. આવા સમયે પણ આઈટીઆર ખૂબ કામ આવે છે. કુલ મળીને, આઈટીઆર ન ભરવાનું ખૂબ નુકસાન છે અને આઈટીઆર ભરવાના ફાયદા જ ફાયદા છે.