Bank Strike: બેંક કર્મચારીઓની બે દિવસીય હડતાળ સમાપ્ત, અનેક સેવાઓ થઈ પ્રભાવિત, જુઓ Pics
બેંક કર્મચારીઓની બે દિવસીય દેશવ્યાપી હડતાળ શુક્રવારે સમાપ્ત થઈ. આ હડતાળને કારણે દેશભરની બેંકોના કામકાજને અસર થઈ હતી. સરકાર દ્વારા બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકોના લાખો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર હતા. શનિવારથી હડતાળ સમાપ્ત થતાં બેંકો સામાન્ય રીતે કામ કરશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ બેંક એમ્પ્લોઈઝ ઓર્ગેનાઈઝેશન (NOBW) સહિત નવ બેંક યુનિયનોના ફોરમ દ્વારા હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
બેંકો બંધ હોવાને કારણે આ બેંકોના ગ્રાહકોને જમા અને ઉપાડ, ચેક ક્લિયરિંગ અને લોન મંજૂર જેવી સેવાઓ બંધ થવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં હડતાળના બીજા દિવસે એટીએમ મશીનોમાં રોકડની અછત જોવા મળી હતી.
AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે જણાવ્યું હતું કે મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈના ત્રણ ક્લિયરિંગ સેન્ટરો પર લગભગ 37,000 કરોડ રૂપિયાના લગભગ 39 લાખ ચેક ક્લિયર થઈ શક્યા નથી. AIBOCના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ જણાવ્યું હતું કે દેશભરના લાખો બેંક કર્મચારીઓએ બે દિવસીય હડતાળમાં ભાગ લીધો હતો.
નોંધપાત્ર રીતે, ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના હેઠળ બે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. ખાનગીકરણનો માર્ગ સરળ બનાવવા માટે, સરકારે સંસદના વર્તમાન સત્ર દરમિયાન રજૂ કરવા અને પસાર કરવા માટે બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2021 ની સૂચિબદ્ધ કરી છે.
સરકારે અગાઉ 2019 માં આઈડીબીઆઈમાં તેનો બહુમતી હિસ્સો LICને વેચીને બેંકનું ખાનગીકરણ કર્યું હતું અને છેલ્લા ચાર વર્ષમાં 14 સરકારી બેંકોનું મર્જર પણ કર્યું હતું.