Indian Railways: વેસ્ટર્ન રેલવેની ક્વીન છે આ ટ્રેન, સુરત સાથે છે કનેકશન; 117 વર્ષ જૂનો છે ઈતિહાસ
હવે ફ્લાઈંગ રાણીને નવા લિન્કે હોફમેન બુશ (LHB) રેક દ્વારા બદલવામાં આવી છે. તેના રેક્સ આરામ, સુવિધા અને સલામતીની દ્રષ્ટિએ પહેલા કરતા વધુ સારા છે. જો કે, આ ટ્રેનના નામ પાછળ એક રસપ્રદ વાર્તા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એક ખૂબ જ લોકપ્રિય ટ્રેન છે, જેને પશ્ચિમ રેલવેની ક્વીન કહેવામાં આવે છે. બોમ્બે સેન્ટ્રલમાં બૉમ્બે સેન્ટ્રલના તત્કાલિન જિલ્લા અધિક્ષક (હાલ વલસાડ)ના પત્ની દ્વારા ટ્રેનનું નામ ફ્લાઇંગ રાણી રાખવામાં આવ્યું હતું.
ફ્લાઈંગ રાણી ટ્રેનની પ્રથમ સેવા 1906માં શરૂ થઈ હતી. જો કે તે વચ્ચે જ બંધ થઈ ગઈ હતું અને 1950થી તેને ફરી શરૂ કરવામાં આવી. દેશની આઝાદી બાદ આ ટ્રેન ફરીથી ચલાવવામાં આવી. તેનું ઉદ્ઘાટન 01 નવેમ્બર 1950 ના રોજ સુરત સ્ટેશનથી આઠ કોચ અને 600 મુસાફરો સાથે કરવામાં આવ્યું હતું.
તે સમયે આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયાના તમામ દિવસોમાં દોડતી હતી અને મર્યાદિત સ્ટોપેજ ધરાવતી સૌથી ઝડપી ટ્રેન હતી. આ ટ્રેન બોરીવલી, પાલઘર, દહાણુ, દમણ, ઉદવાડા, વલસાડ, બીલીમોરા અને નવસારી ખાતે ઉભી રહેતી હતી. બાદમાં કેટલાક વધુ સ્ટોપ બનાવવામાં આવ્યા હતા.
ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને 18 ડિસેમ્બર 1979ના રોજ ડબલ ડેકર કોચમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. 1965 દરમિયાન, આ ટ્રેન દેશની સૌથી ઝડપી મધ્યમ અંતરની ટ્રેન બની. ઉપરાંત ડબલ ડેકર કોચવાળી દેશની પ્રથમ ટ્રેન પણ છે.
હાલમાં આ સદી જૂની ટ્રેન સુરતથી દરરોજ સવારે 5:10 કલાકે ઉપડે છે અને સવારે 09:50 કલાકે મુંબઈ પહોંચે છે. રિટર્નમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 17:55 વાગ્યે ઉપડે છે અને 22:35 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે.