Government Scheme: વર્ષ 2022માં કરવી છે બંપર કમાણી તો આ સરકારી સ્કીમમાં લગાવો પૈસા, શાનદાર વ્યાજ સાથે મળશે ટેક્સમાં છૂટ!
Government Scheme 2022: જો તમે નવા વર્ષમાં રોકાણ કરવાનો વિકલ્પ શોધી રહ્યા છો, તો આજે અમે તમને સરકારી યોજનાઓ વિશે જણાવીશું. જેમાં તમે પૈસાનું રોકાણ કરીને સારી બચત સાથે ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેથી વર્ષ 2022 માં પૈસા બચાવવા માટે તમે ઘણા વિકલ્પોમાં રોકાણ કરી શકો છો-
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં PPF, NPS, સુકન્યા સમૃદ્ધિ યોજના, સીનિયર સિટીજન સેવિંગ સ્કીમ, ટેક્સ સેવિંગ FD, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ અને જીવન વીમા સહિતના ઘણા વિકલ્પોનો સમાવેશ થાય છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) - તમે આ સરકારી સ્કીમમાં વાર્ષિક 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. આમાં તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. હાલમાં કેન્દ્ર સરકાર PPF પર 7.10 ટકાના દરે વ્યાજનો લાભ આપી રહી છે. આ સિવાય 80C હેઠળ ટેક્સમાં છૂટ પણ મળે છે.
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) - આ એક પ્રકારની સરકારી નિવૃત્તિ બચત યોજના છે. આમાં તમને 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ મળે છે. આમાં તમે મહિનાના 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો. આ યોજનામાં 18 વર્ષથી 65 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) - આ સ્કીમ ખાસ દીકરીઓ માટે છે. આમાં તમે વાર્ષિક 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આ યોજના પર સરકાર 7.6 ટકાના દરે વ્યાજનો લાભ આપી રહી છે. આ ખાતું 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામે ખોલાવી શકાય છે.
સીનિર સિટીજન બચત યોજના (SCSS)- આ બચત ખાતું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે. આ ખાતામાં જમા રકમ પર 80C હેઠળ આવકવેરામાં છૂટ મળી શકે છે. આમાં મહત્તમ રૂ. 1.5 લાખ વાર્ષિક રોકાણ કરી શકે છે. આમાં સરકાર હાલમાં 7.4 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે.
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) - આ સિવાય તમે ELSS નો પણ લાભ લઈ શકો છો. આ એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ મળે છે. આ સિવાય તેનો લોક ઈન પીરિયડ 3 વર્ષનો છે.