Exit Poll 2024
(Source: Poll of Polls)
ITR Filing: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યાના કેટલા દિવસમાં મળે છે રિફંડ? આ કારણોથી થાય છે વિલંબ
ITR Filing: આવકવેરા રિટર્ન ફાઇલ કર્યાના કેટલા દિવસો પછી કરદાતાઓને રિફંડ મળશે. અમે તેના વિશે માહિતી આપી રહ્યા છીએ. ચાલો જાણીએ કે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યાના કેટલા દિવસો પછી રિફંડ મળશે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક છે. ઘણા કરદાતાઓ એવા છે જેમણે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું નથી. તેણે આ કામ 31મી જૂલાઈ પહેલા પૂર્ણ કરવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે ઘણા કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે બાકી કર ચૂકવવો પડે છે, કેટલાકને રિફંડ મળે છે.
જો તમે ITR ફાઈલ કર્યું છે અને તમારા રિફંડની રાહ જોઈ રહ્યા છો તો જાણી લો કે રિફંડ મેળવવામાં 4 થી 5 અઠવાડિયા લાગે છે.
સમયસર રિફંડ મેળવવા માટે બેન્કની સાચી વિગતો આપવી જરૂરી છે. આ સાથે કરદાતાઓએ તેમના બેન્ક ખાતાને પ્રી-વેલિડેટ કરાવવું જોઈએ.
આમ કરવામાં નિષ્ફળ જવાના કારણે આવકવેરા રિફંડ મેળવવામાં વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં બેન્ક ખાતાને પ્રી-વેલિડેટ કરો.
ઉપરાંત તમે દાખલ કરેલ બેન્ક ખાતાનો IFSC કોડ સાચો હોવો જોઈએ. આ સિવાય બંધ એકાઉન્ટ્સમાં પણ રિફંડ નહીં મળે.