ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ, 2024 સુધીમાં નાણાકીય વર્ષ 2023 24 અને આકારણી વર્ષ 2024 25 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવું જરૂરી છે. આ પછી તમારે રિટર્ન ફાઈલ કરવા પર દંડ ભરવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ કેટલાક એવા લોકો પણ છે જેમને ડેડલાઈન પૂરી થયા પછી આઈટીઆર ફાઈલ કરવા પર કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં. અમે તમને આ વિશે માહિતી આપી રહ્યા છીએ.
જો કોઈ વ્યક્તિની કોઈ ટેક્સ જવાબદારી નથી તો ડેડલાઈન પૂરી થયા પછી પણ રિટર્ન ફાઈલ કરવા પર તમારે કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહીં. જૂની ટેક્સ રીજીમ અનુસાર 2.50 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર તમારે કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહીં. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ માટે 3 લાખ રૂપિયાની મર્યાદા છે.
જ્યારે 80થી વધુ ઉંમરના સિનિયર સિટીઝન માટે છૂટની મર્યાદા 5 લાખ રૂપિયા છે.
જ્યારે નવી ટેક્સ રીજીમ અનુસાર 3 લાખ રૂપિયાની આવક પર ટેક્સ છૂટનો લાભ મળે છે.