ITR Refund: શું તમે પણ રિફંડની રાહ જોઈ રહ્યા છો ? પહેલા ઈન્કમ ટેક્સ વિભાગના આ નિયમો સમજો
ITR ફાઇલ કરનાર દરેકને રિફંડ મળતું નથી. જે કરદાતાઓએ પાછલા નાણાકીય વર્ષમાં વધુ ટેક્સ ચૂકવ્યો છે તેઓ ITR રિફંડ માટે દાવો કરે છે. આમાં કરદાતા દ્વારા ચૂકવવામાં આવેલો એડવાન્સ ટેક્સ અને સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppITR ફાઇલ કર્યા પછી, આવકવેરા વિભાગ તમારા ફોર્મની તપાસ કરે છે અને પછી તમારા રિફંડની પ્રક્રિયા કરે છે. આ રિફંડ સીધું તમારા PAN સાથે જોડાયેલા બેંક ખાતામાં આવે છે.
જો તમે ITR ફાઇલ કરવાની સમયમર્યાદા સુધીમાં તમારો ITR ફાઇલ કર્યો નથી, તો પણ તમે સરર્ક્યુલર નંબર 9/2015 મુજબ છ મૂલ્યાંકન વર્ષ સુધી તમારા રિફંડનો દાવો કરી શકો છો, જો તમે અમુક શરતો પૂરી કરો.
આ પરિપત્ર હેઠળ રિફંડનો દાવો કરવા માટે તમારે પહેલા વિલંબની માફી માટે અરજી કરવી પડશે. એકવાર મંજૂર થયા પછી, તમે છેલ્લા છ વર્ષનું તમારું ITR ઓનલાઈન ફાઇલ કરી શકો છો.
જો તમારી પાસે પાછલા વર્ષોમાં કોઈ ટેક્સ બાકી હોય, તો આવકવેરા કાયદા હેઠળ વિભાગને તમારા રિફંડમાંથી તેને વસૂલ કરવાનો અધિકાર છે. જો કે, આમ કરતા પહેલા આવકવેરા વિભાગે કરદાતાઓને જાણ કરવી જોઈએ.
જો આ કરવામાં ન આવે અથવા તમને લાગે કે તમારું રિફંડ ખોટી રીતે એડજસ્ટ કરવામાં આવ્યું છે, તો તમે તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરી શકો છો અને આવકવેરા વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકો છો.
સૌથી પહેલા ઈન્કમ ટેક્સના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ. લોગ ઈન કર્યા પછી, તમારે ઈ-ફાઈલ ટેબ પર જવું પડશે અને ઈન્કમ ટેક્સ રિટર્ન્સ હેઠળ View Filed Returns પર ક્લિક કરવું પડશે.
View Details પર ક્લિક કરીને, તમે રિફંડ સ્ટેટસ સાથે ITR લાઈફ સાઈકલ જોઈ શકો છો.