Post Office Account: પોસ્ટ ઓફિસ ડિઝિટલ સેવિંગ એન્કાઉન્ટ ઓપન કરવા માંગો છો, અપનાવો આ સરળ સ્ટેપ
જો તમે પણ IPPB એપ પર સેવિંગ એકાઉન્ટ ખોલવા ઈચ્છો છો, તો આ સરળ સ્ટેપ્સ ફોલો કરો અને તમારું એકાઉન્ટ ઓપન કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે પોસ્ટ ઓફિસની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB એપ દ્વારા સરળતાથી ડિજિટલ સેવિંગ ખાતું ખોલી શકો છો. આ એકાઉન્ટ ખોલીને પૈસાની ઓનલાઈન લેવડદેવડ સરળતાથી કરી શકાય છે. જો તમે પણ IPPB એપ પર બચત ખાતું ખોલવા માંગો છો, તો આ સરળ સ્ટેપને ફોલો કરો
પોસ્ટ ઓફિસ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ઓપન માટે પહેલા તમારા સ્માર્ટફોન પર IPPB એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ ઓપન એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
આ પછી તમારી પાસે આધાર કાર્ડ અને પાન નંબરની માહિતી માંગવામાં આવશે. આધાર નંબર દાખલ કર્યા પછી, તમારા લિંક કરેલા મોબાઇલ નંબર પર OTP આવશે, તેને સબમિટ કરો.
માતાપિતાનું નામ, સરનામું સહિતની માહિતી આપો. તમામ માહિતી આપ્યા બાદ તમારું ખાતું ઓપન કરવામાં આવશે.
આ એકાઉન્ટની કેવાયસી એક વર્ષની અંદર કરવી જરૂરી છે. KYC પછી આ એકાઉન્ટ પોસ્ટ ઓફિસના નિયમિત બચત ખાતામાં રૂપાંતરિત થઈ જશે.