LIC Alert: એલઆઈસીના કરોડો પોલિસી હોલ્ડર ધ્યાન આપે ! આવા મેસેજથી રહો સાવધાન, નહીં તો પડી શકો છો મુશ્કેલીમાં
Life Insurance Corporation Alert: સમય સમય પર, LIC તેના પોલિસી ધારકો માટે વિવિધ યોજનાઓ સાથે આવે છે. LIC સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને તેની માહિતી આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે એલઆઈસીના નામે વાયરલ થઈ રહેલા ફેક ન્યૂઝની આડમાં લોકો છેતરપિંડીનો શિકાર બને છે. આજકાલ LIC ના KYC ને લઈને એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ વાયરલ સમાચાર અનુસાર, જો કોઈ LIC ગ્રાહક પોતાનું KYC અપડેટ ન કરાવે તો તેને દંડ ભરવો પડી શકે છે.
આ સાથે સમાચારમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમે તમારી અંગત વિગતો શેર કરશો તો તમારું KYC અપડેટ થઈ જશે.
આ વાયરલ સમાચાર પર, એલઆઈસીએ લોકોને એલર્ટ જારી કરીને કહ્યું કે એલઆઈસી તેના ગ્રાહકોને કેવાયસી અપડેટ કરવાની સલાહ આપે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેણે દંડ ચૂકવવો પડશે નહીં.
આ સાથે LIC એ એમ પણ કહ્યું કે તમે તમારી અંગત માહિતી કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વિચાર્યા વિના શેર કરશો નહીં. આનાથી તમે સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો.