LIC ના પોલિસીધારક છો અને IPO માં રોકાણ કરવું છે ? પહેલા ફટાફટ કરો આ કામ
એલઆઈસીએ આઈપીઓ લાવતાં પહેલા 25 કરોડ પોલિસીધારકો માટે ખાસ ગિફ્ટ આપી છે. એલઆઈસીએ કહ્યું કે, જો પોલિસીધારક આઈપીઓમાં રોકાણ કરવા માંગતા હોય તો ડિમેટ એકાઉન્ટ ખોલાવી લે. આ ઉપરાંત પાન કાર્ડ પણ અપડેટ કરાવવા કહ્યું છે. એલઆઈસીની વેબસાઇટ પર જઈને તમે પાન કાર્ડ, ઈમેલ જેવી વિગતો અપડેટ કરાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલઆઈસીનો આઈપીઓ થોડા મહિનામાં જ આવી શકે છે. તે વિશ્વના સૌથી મોટા આઈપીઓ પૈકીનો એક હશે તેમ માનમવાં આવે છે. એલઆઈસીનો આઈપીઓ આવ્યા બાદ તે માર્કેટ કેપના હિસાબે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી જેવી કંપનીની હરોળમાં આવી જશે.
એલઆઈસીના અધિકારીના કહેવા મુજબ, કંપની તેના પોલિસીધારકનો આઈપીઓનો ફાયદો આપવા માંગે છે. આ પોલિસીધારકો લાંબા સમયથી કંપની સાથે રહ્યા છે અને સતત તેમના પર ભરોસો રાખી રહ્યા છે. આ કારણે આઈપીઓનો ફાયદો તેમને મળે તેમ કંપની ઈચ્છે છે. તેથી કંપની દ્વારા પોલિસીધારકોને ડીમેટ એકાઉન્ટ ખોલાવવાની અપીલ કરવામાં આવી છે.
એવું માનવામાં આવે છે કે એલઆઈસી આઈપીઓમાં 10 ટકા હિસ્સો પોતાના પોલિસીધારકો માટે આરક્ષિત રાખી શકે છે. ઉપરાંત પોલિસીધારકને ડિસ્કાઉન્ટ પણ આપવાનું અનુમાન છે.