Personal Loan Tips: આ પાંચ બેન્ક સૌથી ઓછા વ્યાજ દર પર આપી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લૉન, અહીં જાણો ડિટેલ્સ
Personal Loan Tips: જો તમને અચાનક પૈસાની જરૂર પડી ગઇ છે, અને તમારી પાસે ગેરંટી તરીકે મુકવા માટે કોઇ પ્રૉપર્ટી નથી, તો પર્સનલ લૉન તમારા માટે એક શાનદાર ઓપ્શન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPersonal Loan Rate of Interest: પર્સનલ લૉન એક એવી લૉન છે, જેને તમે વિના કોઇ કૉલેટરલ ગેરંટીથી પણ પ્રાપ્ત કરી શકો છો. જો તમારા બાળકોના લગ્ન, બિમારી વગેરેમાં ખર્ચ માટે અચાનકથી 5 લાખ રૂપિયાની જરૂર પડી ગઇ છે, તો દેશમાં આ પાંચ બેન્કો છે જે એકદમ સસ્તાં દર પર પર્સનલ લૉન ઓફર કરી રહી છે. જાણો આ બેન્કો વિશે........
પંજાબ નેશનલ બેન્ક - પંજાબ નેશનલ બેન્ક સાર્વજનિક ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક છે, આ બેન્ક પોતાના ગ્રાહકોને 5 લાખ રૂપિયાની પર્સનલ લૉન માત્ર 9.8 ટકાના વ્યાજ દર પર ઓફર કરી રહી છે.
બેન્ક ઓફ મહારાષ્ટ્ર - આ બેન્ક પણ પોતાના ગ્રાહકોને એકદમ સસ્તા વ્યાજદરે પર્સનલ લૉન ઓફર કરી રહી છે, જો તમે 5 લાખની પર્સનલ લૉન 5 વર્ષ માટે લો છો, તો તમને બેન્ક 8.9 ટકાના વ્યાજદર પર લૉન ઓફર કરી રહી છે.
યશ બેન્ક - પોતાના ગ્રાહકોને 5 વર્ષ માટે 5 લાખની લૉન પર 10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આમાં ગ્રાહકોને દર મહિને 10,624 ટકાની ઇએમઆઇ આપવી પડશે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા - એસબીઆઇ પોતાના ગ્રાહકોને 5 લાખ રૂપિયાની પર્સનલ લૉન પર 10.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આવામા ગ્રાહકોને દર મહિને 10,759 તરીકે ઇએમઆઇ ચૂકવવી પડી શકે છે.
બેન્ક ઓફ બરોડા - આ બેન્ક પણ 5 રૂપિયાની પર્સનલ લૉન પર ગ્રાહકોને 10.2 ટકાના હિસાબથી વ્યાજ દર 5 વર્ષ માટે ઓફર કરી રહી છે.