Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Wedding Loan: લગ્ન માટે લૉન લેવા માંગો છો ? આટલા ડૉક્યૂમેન્ટ સાથે કરો અરજી, જાણો કેટલી મળશે લૉન
Wedding Loan Interest Rates: જો તમે લગ્ન માટે લૉન (Wedding Loan) લેવા માંગો છો, તો ઓનલાઇન એપ્લાય કરી શકો છો. આ માટે તમારે કેટલાક જરૂરી ડૉક્યૂમેન્ટ આપવા પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે તમારુ ડ્રીમ વેડિંગ પ્લાન કરી રહ્યા છો, અને તમારી પાસે બજેટ પણ ઓછુ છે, તો તમે મેરેજ લૉન લઇ શકો છો. લગ્ન માટે તમે તગડી રકમ લૉન તરીકે લઇ શકો છો. જેનાથી તમે લગ્ન સાથે જોડાયેલે ખર્ચ પુરી કરી શકો છો.
મેરેજ લૉન કે લગ્ન માટે પર્સનલ લૉન તમારા સિબિલ સ્કૉર પર નિર્ભર કરે છે, લગ્નના ખર્ચ પુરા કરવામાં જિંદગીભરની કમાણી-બચત જતી રહે છે. લગ્નનુ સ્થળ પસંદ કરવા, કપડાં ખરીદવા, કેટરિંગ અને દાગીના ખરીદવાથી લઇને મહેમાનોને રોકવવા અને સાર સંભાળ કરવાની વ્યવસ્થા સુધી લગ્નમાં નાનુ મોટુ પ્લાનિંગ કરવાનુ હોય છે.
કેટલીક નાણાંકીય સંસ્થાઓમાથી તમે 25 લાખ સુધીની લૉન લઇ શકો છો. લોકો પોતાના રોકાણને ઓછુ કર્યા વિના, અને બચતમાં ગાબડુ પાડ્યા વિના લગ્નના તમામ ખર્ચા પુરી કરી શકે છે.
તમે તમારા લગ્નના તમામ ખર્ચાઓને હિસાબ કરીને અંદાજ લગાવી શકો છો કે, આમાં કેટલા પૈસાની જરૂર પડશે. આ માટે પર્સનલ લૉન તમારા માટે રાહતનુ કામ કરી શકે છે. આ માટે તમારે કેટલાક જરૂરી ડૉક્યૂમેન્ટ આપવા પડશે.
ધામધૂમથી લગ્ન કરવા માટે પર્સનલ લૉનનો સહારો લેવાના કેટલાય ફાયદાઓ છે, આનાથી લગ્નના તમામ ખર્ચાઓ પુરા થઇ શકે છે. તમે ઇચ્છો તો લગ્નનુ બજેટ ઓછી કરીને લૉન પણ યોગ્ય રીતે સેટ કરી શકો છો, અને બીજી રીતે લૉનની મદદથી તમે હનીમૂનનો પણ પ્લાન કરી શકો છો.
પૈસા ઉધાર લેનારા વ્યક્તિને ઓછા વ્યાજ પર મેરેજ લૉન મળી જાય છે, જેનાથી EMI નો ઓછો ભાર પડશે. EMIની રકમની વધુ સ્પષ્ટ જાણકારી માટે લૉનકર્તા પર્સનલ લૉન કેલ્કુલેટરનો ઉપયોગ કરી શકે છે, અને લૉન ચૂકવવાનુ શિડ્યૂલ બનાવી શકો છો.