Money Making Tips: આ પાંચ રીતે તમે બની શકો છો અમીર, બસ આ રીતે કરવુ પડશે પ્લાનિંગ
Money Making Tips: જો તમે આ વર્ષે ખાસ ટાર્ગેટ દ્વારા ફન્ડ જમા કરવા માંગો છો, અને સારો નફો કમાવવા માંગો છો, તે આ પાંચ રીતો તમારી મદદ કરી શકે છે. જાણો કઇ કઇ છે આ પાંચ રીત......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્માર્ટ ગૉલ સેટ કરો - 2023માં પોતાના નાણાંકીય ટાર્ગેટને સ્માર્ટ ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવુ જરૂરી છે. SMART નો મતલબ સ્પેશિફિક, મિજરેબલ, રિલેવન્ટ અને ટાઇમ બાઉન્ડ છે. આ સ્માર્ટ ટાર્ગેટ એક વ્યાપક નાણાંકીય યોજના તૈયાર કરવા અને તેને હાંસલ કરવામાં મદદ કરે છે.
યોગ્ય જગ્યાએ રોકાણ - પૈસા વધારવા માટે રોકાણ કરવુ જરૂરી છે, પરંતુ એક્સપર્ટની સલાહ છે કે, રોકાણ તમારે સ્માર્ટ રીતે અને યોગ્ય જગ્યાએ કરવું જોઇએ. એક્સપર્ટનું કહેવું છે કે, જોખમની જાણકારી લેવી જરૂરી છે.
ખર્ચને ટ્રેક કરો - તમે દર મહિને કેટલું કમાવો છો ? તમે ભાડાનો સામાન, વીજળી બિલ, ઇન્ટરનેટ કનેક્શન અને ફોન બિલ પર કેટલા પૈસા ખર્ચ કરો છો ? આ તમામ વિશે જાણકારી રાખવી જોઇએ. જેથી તેના હિસાબે તમે બચત કરીને રોકાણ કરી શકો છો.
દેવાની ચૂકવણી - દેવાની ચૂકવણી જલદી કરી દેવી જોઇએ, કેમ કે ક્રેડિટ કાર્ડ કે બેન્કમાંથી લીધેલી લૉન પર તમારે દર મહિને ઇએમઆઇ ભરવી પડે છે. આવામાં તમે જો લૉનની ચૂકવણી કરો છો, તો રોકાણ નથી કરી શકતા.
પૉર્ટફોલિયોને ચેક કરો - તમારા નાણાંકીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, તમારે માત્ર રોકાણ કરવા ઉપરાંત પણ ઘણુબધુ કરવાની જરૂર છે. જોતમે કોઇ રોકાણમાં ફેરફાર કરવાનું વિચારો છો, તો પૉર્ટફોલિયોને જરૂર જોવુ જોઇએ.