Monsoon Arrival: આગામી 2 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ્સ
દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) ગુરુવારે કેરળ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં સમય પહેલા આવી ગયું. કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસું (Monsoon) અગાઉના ચાર પ્રસંગોએ 2017, 1997, 1995 અને 1991 માં એક સાથે આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMD એ જણાવ્યું કે 02-04 જૂન, 2024 દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે (64.5-115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5-204.4 mm) થવાની સંભાવના છે.
હવામાન (Weather) વિભાગે 3 થી 6 જૂન દરમિયાન સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન (Weather) વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.
IMDએ જણાવ્યું હતું કે સોમવારે (3 જૂન) પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના જુદા જુદા ભાગોમાં ગરમીની લહેરોની સંભાવના છે.
હવામાન (Weather) વિભાગે જણાવ્યું કે ગુરુવારે (06 જૂન, 2024) ઝારખંડના કેટલાક ભાગોમાં હીટ વેવની સ્થિતિની સંભાવના છે.