FD Rates: આ બેંકે તેના FD રેટમાં કર્યો બદલાવ, 8 ટકા સુધી મળશે વ્યાજ
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ દરો રૂ 2 કરોડ સુધીની FD માટે સંશોધિત કરવામાં આવ્યા છે અને 1 જૂન, 2024થી લાગુ થશે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા FD પર 3.5 ટકાથી 7.25 ટકા સુધીના વ્યાજ દરો આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુનિયન બેંક ઓફ ઈન્ડિયા 7 દિવસથી 45 દિવસની મુદત માટે FD પર 3.5 ટકા વ્યાજ ઓફર કરે છે. જ્યારે બેંક 46 દિવસથી 90 દિવસની FD પર 4.5 ટકા વ્યાજ આપી રહી છે.
જો તમે 91 દિવસથી 180 દિવસ સુધી FD કરો છો તો તમને 4.8 ટકા વ્યાજ મળશે. તમને 181 દિવસથી 1 વર્ષ સુધીની FD પર 6.25 ટકા વ્યાજ મળશે.
બેંક 1 વર્ષથી 398 દિવસની FD પર 6.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. બેંક 399 દિવસની FD પર સૌથી વધુ 7.25 ટકા વ્યાજ આપી રહી છે. 400 દિવસથી 998 દિવસ સુધી FD કરનારને 6.50 ટકા વ્યાજ મળશે. 999 દિવસની FD પર 6.40 ટકા વ્યાજ મળશે. 1000 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 6.50 ટકા વ્યાજ મળશે.
જો તમે વરિષ્ઠ નાગરિક છો તો તમને બેંક તરફથી 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે.
આ રીતે વરિષ્ઠ નાગરિકોને 399 દિવસની FD પર સૌથી વધુ 7.75 ટકા વ્યાજ મળી શકે છે.
એટલું જ નહીં, સુપર સિનિયર નાગરિકોને 0.75 ટકા સુધીનું વધારાનું વ્યાજ મળશે. એટલે કે તેને 399 દિવસની FD પર મહત્તમ 8 ટકા વ્યાજ મળી શકે છે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)