Expensive Liquor: ભારતના ક્યાં રાજ્યમાં મળે છે સૌથી મોંઘો દારુ ? જાણો
દેશના અલગ-અલગ રાજ્યોમાં પણ દારૂના ભાવમાં તફાવત જોવા મળી શકે છે. રાજ્ય સરકાર પોતાની રીતે દારૂ પર ટેક્સ વસૂલ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં ગોવા જેવા કેટલાક રાજ્યો છે, જ્યાં દારૂ પરનો ટેક્સ સૌથી ઓછો છે, જેના કારણે અહીં દારૂ ખૂબ સસ્તો મળે છે. કેટલાક રાજ્યોમાં દારૂના ભાવ ખૂબ ઊંચા છે.
ભારતમાં સૌથી મોંઘો દારૂ કર્ણાટકમાં વેચાય છે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં અહીં દારૂ પર સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે.
ગોવામાં 100 રૂપિયામાં મળતી દારૂની બોટલની કિંમત કર્ણાટકમાં 500 રૂપિયાથી વધુ હોઈ શકે છે.
કર્ણાટક પછી તેલંગાણા એવું રાજ્ય છે જ્યાં સરકાર દારૂ પર જંગી ટેક્સ વસૂલે છે. જેના કારણે સરકારના ખાતામાં હજારો કરોડ રૂપિયા આવે છે.
આ રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ સરકાર દારૂ પર વધુ ટેક્સ વસૂલે છે.