Multibagger Stock: ટાટાની આ કંપનીએ રોકાણકારોને બનાવ્યા અમીર! 1 લાખની સામે 45 લાખનું વળતર આપ્યું
Multibagger Stock: ટાટા ગ્રુપની કંપની ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ એટલે કે TTMLના શેરમાં આજે જબરદસ્ત વધારો થયો છે. ગુરુવારે, કંપનીના શેરમાં 7 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 98.20 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત એ છે કે TTMLના આ શેરે એક મહિનામાં રોકાણકારોને 30 ટકા સુધીનું મજબૂત વળતર આપ્યું છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 111.48 પ્રતિ શેર છે, જ્યારે તેનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 65.29 છે. હાલમાં કંપનીના શેર 93.70 રૂપિયાની આસપાસ છે.
ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડના શેરે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને લગભગ 3189.47 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે. પાંચ વર્ષ પહેલા કંપનીના શેરની કિંમત પ્રતિ શેર 2 રૂપિયા હતી, જે હવે વધીને 93.70 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.
આવી સ્થિતિમાં, જો તે સમયે કોઈ વ્યક્તિએ 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોય, તો હવે તેને 45 લાખ રૂપિયાથી વધુનું વળતર મળશે. આવી સ્થિતિમાં કંપનીએ માત્ર પાંચ વર્ષમાં શેરધારકોના નાણાંમાં અનેક ગણો વધારો કર્યો છે.
હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 18,947.16 કરોડની આસપાસ છે.
TTML એ ટાટા ગ્રૂપનો એક ભાગ છે જે ટાટા ઈન્ડીકોમ નામથી દેશના વિવિધ વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓ પૂરી પાડે છે. કંપની Tata Tele Business Services (TTBS)ના નામ હેઠળ બિઝનેસમેનને કનેક્ટિવિટી, ક્લાઉડ અને SAAS, સહયોગ અને માર્કેટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પણ કામ કરી રહી છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.