Multibagger Stock: 1 વર્ષમાં 150 ટકા સુધી વધ્યો આ કંપનીનો શેર, 15,000 કરોડ નજીક પહોંચી માર્કેટ કેપ
જો તમે એવા સ્ટોકની શોધમાં હોવ કે જે તમને ટૂંકા ગાળામાં મજબૂત વળતર આપે, તો વેલસ્પન કોર્પના શેરોમાં નાણાંનું રોકાણ એક સારો વિકલ્પ બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ શેરે માત્ર 1 વર્ષના સમયગાળામાં રોકાણકારોને 150 ટકા સુધીનું મજબૂત વળતર આપ્યું છે.
કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 579.40 અને 52 સપ્તાહની નીચી રૂ. 177.85 છે. સોમવારે કંપનીના શેર રૂ. 562.85 પર પહોંચી ગયા હતા. આ સ્થિતિમાં તેની માર્કેટ મૂડી 15,000 કરોડ રૂપિયા હતી.
પરંતુ બુધવારે આ શેર રૂ. 543.75 પર બંધ રહ્યો છે અને તેનું માર્કેટ કેપ હાલમાં રૂ. 14,319 કરોડ છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 150.25 ટકાનો વધારો જોવા મળ્યો છે.
વેલસ્પન કોર્પના શેરમાં છ મહિનામાં 76.85 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે વધીને કુલ રૂ. 236.30 થયો છે.
તાજેતરમાં આ કંપનીને ભારત ઉપરાંત અમેરિકામાંથી મોટા પાયે ઓર્ડર મળ્યા છે. 15,000 કરોડના અંદાજિત ખર્ચે લગભગ 150 KMTની પાઈપલાઈન બનાવવા માટે આ ઓર્ડર મળ્યો છે. વેલસ્પન કોર્પો. એ વેલસ્પન ગ્રુપની મુખ્ય કંપનીઓમાંની એક છે જે મોટા વ્યાસની પાઈપોનું ઉત્પાદન કરે છે. (અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)