આવતીકાલથી નવું નાણાંકીય વર્ષ, મોંઘવારીના મારથી પીડાતી જનતાને લાગશે વધુ એક ફટકો, આ વસ્તુઓ થશે મોંઘી
આવતીકાલથી નવું નાણાકીય વર્ષ શરૂઆત થશે. જેની સાથે મોંઘવારીના મારથી પીડાઈ રહેલી જનતાને વધુ એક મોટો ફટકો પડશે. 1 એપ્રિલથી કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાં મંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી. તેમાં મોબાઈલ પાર્ટ્સ, મોબાઈલ ચાર્જર, એડોપ્ટર, બેટરી અને હેડફોન વગેરેનો સમાવેશ થાય છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારા બાદ પ્રીમિયમ રેન્જ સ્માર્ટફોન સૌથી મોંઘા થઈ જશે.
ઉનાળામાં એસી અને રેફ્રિજરેટર ખરીદનારાઓને પણ આંચકો લાગી શકે છે. નવા વર્ષથી આ બંને વસ્તુઓ પણ મોંઘી થઈ જશે. કંપનીઓએ કાચા માલની કિંમતોમાં વધારાને પગલે ભાવ વધશે તેવું કારણ આપ્યું છે. એર કંડિશનરની કિંમતોમાં 1,500થી લઈને 2,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. ગત મહિને ગ્લોબલ માર્કેટમાં ઓપન-સેલ પેનલની કિંમતોમાં 35 ટકાનો વધારો થયો હતો.
પહેલી એપ્રિલથી ટીવી પણ મોંઘા થઈ જશે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવા નાણાંકીય વર્ષથી ટીવીના ભાવમાં 2,000થી 3,000નો વધારો થાય તેવી શક્યતા છે. ચીનથી આયાતના મોરચે પ્રતિબંધ બાદ ટીવીની કિંમતમાં ઉછાળો આવ્યો છે.
ઓટો કંપનીઓએ 1 એપ્રિલ, 2021થી કાર અને બાઈકોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કિંમતોમાં થઈ રહેલા આ વધારા પાછળ ઉત્પાદન ખર્ચમાં વધારો થયાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે.
નવા નાણાકીય વર્ષ 2021-2022માં ટર્મ ઈન્સ્યોરન્સના પ્રીમિયમમાં 10થી 15 ટકાનો વધારો થઈ શકે છે. હકીકતે કોરોના સંકટ દરમિયાન વીમા કંપનીઓની વીમા કિંમત અને ખર્ચ ખૂબ વધી ગયા છે. ટર્મ પોલિસીમાં સંપૂર્ણ જોખમ કવર જ થાય છે, તેમાં કોઈ મેચ્યોરિટી રકમ નથી મળતી. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)