NPS Vatsalya Yojana: છ વર્ષના સંતાન માટે NPS વાત્સલ્યમાં દર મહિને જમા કરો 500 રૂપિયા, 54 વર્ષ પછી મળશે આટલા કરોડ
NPS Vatsalya Yojana: NPS વાત્સલ્ય યોજનામાં 6 વર્ષના બાળક માટે ખાતું ખોલાવીને તમે 54 વર્ષ સુધી આ ખાતામાં દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરો છો. તો 60 વર્ષની ઉંમરે તમને કરોડો રૂપિયા મળશે. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ યોજનાઓનો લાભ મળે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક વ્યક્તિ કામ કરતી વખતે તેમના પેન્શનની ચિંતા કરે છે. એટલા માટે ઘણા લોકો અગાઉથી અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરી દે છે.
ભારત સરકારે લોકોને પેન્શન માટે ઘણી યોજનાઓમાં રોકાણ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. આમાંની એક યોજના NPS છે. જેની શરૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી.
સરકારે આ વર્ષે બાળકો માટે NPS સ્કીમ પણ શરૂ કરી છે. તેને NPS વાત્સલ્ય યોજના નામ આપવામાં આવ્યું છે. જેમાં બાળકોના નામે ખાતું ખોલાવીને રોકાણ કરવામાં આવે છે. જે પછીથી સંપૂર્ણ NPS માં પરિવર્તિત થાય છે.
જો તમે આ સ્કીમમાં 6 વર્ષના બાળકનું ખાતું ખોલાવો છો. અને આ ખાતામાં 54 વર્ષ સુધી દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરો છો.
તો 54 વર્ષ બાદ આ ખાતામાં એક કરોડથી વધુ રકમ જમા થઈ શકે છે. જો તમે 6 વર્ષની ઉંમરે ખાતું ખોલાવશો તો 54 વર્ષ સુધી રોકાણ કર્યા પછી 60 વર્ષની ઉંમરે તમને આ પૈસા મળશે.આ યોજના 8 થી 10 ટકા વળતર આપે છે. જો તમને વાર્ષિક 10 ટકા વળતર મળે છે. તો 60 વર્ષની ઉંમર બાદ ખાતામાં 1.3 કરોડ રૂપિયાનું ફંડ જમા થશે.