Delhi-Jaipur Vande Bharat Express: માત્ર 3 કલાકમાં દિલ્હીથી જયપુર, જાણો કેટલી હશે ટિકિટ, ક્યારે થશે ટ્રેન લોન્ચ
દિલ્હી-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ભારતની 11મી ટ્રેન બનવા જઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટ્રેન દિલ્હીથી જયપુરનો સમય માત્ર 3 કલાકમાં કવર કરશે. મળતી માહિતી મુજબ, દિલ્હી-જયપુર વંદે ભારત ટ્રેન એપ્રિલ પહેલા શરૂ થવા જઈ રહી છે, પરંતુ ટ્રેનના લોન્ચની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
નવી દિલ્હી-જયપુર વંદે ભારત એક્સપ્રેસ 24 માર્ચ સુધીમાં જયપુર પહોંચશે, જેનું ઉદ્ઘાટન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં થવાની ધારણા છે. રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે ટ્રેન સેવા 31 માર્ચથી શરૂ થઈ શકે છે.
દિલ્હી-જયપુર વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડે તેવી અપેક્ષા છે. આ સિવાય એવો પણ અંદાજ છે કે ટ્રેન હરિયાણાના ગુરુગ્રામમાં પણ રોકાશે.
રેલ્વે મંત્રાલયે કહ્યું કે ટ્રેનનો સ્ટોપ અને રૂટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટિકિટની કિંમત કન્ફર્મ નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટિકિટની કિંમત એક રીતે રૂ. 850 થી રૂ. 1000ની આસપાસ હશે.