PM Awas Yojana: પીએમ આવાસ યોજનામાં 1 કરોડ નવા મકાનો માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અરજી

આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રતિ યુનિટ રૂ. 2.30 લાખ મંજૂર કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી. 85.5 લાખથી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ યોજના ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે જેમ કે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન (BLC), એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP), એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH) અને વ્યાજ સબસિડી સ્કીમ (ISS).

પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
આ દસ્તાવેજો અરજી કરવા માટે જરૂરી છે: અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો (જો તમે તમારી જમીન પર બાંધકામ માટે નાણાકીય સહાય માટે અરજી કરી રહ્યા હોવ તો)
PMAY (અર્બન) 2.0 માટે આ રીતે અરજી કરો: પીએમ આવાસ યોજના 2.0 માટે અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ https://pmay-urban.gov.in/ પર જાઓ. વેબસાઇટ ખોલ્યા પછી, “Apply for PMAY-U 2.0” આઇકન શોધો અને તેના પર ક્લિક કરો. યોજનાની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને આગળ વધો. તમારી વાર્ષિક આવક સહિત વિનંતી કરેલ વિગતો આપીને તમારી પાત્રતા તપાસો. ચકાસણી માટે તમારી આધાર વિગતો દાખલ કરો. ચકાસણી પછી, સરનામું અને આવકના પુરાવા જેવી વિગતો સાથે નોંધણી ફોર્મ ભરો. ફોર્મ સબમિટ કરો અને તમારી અરજીની સ્થિતિની રાહ જુઓ.