સરકારની આ સ્કીમનો અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો લઈ ચૂક્યા છે લાભ, 5 ટકા વ્યાજ દરે મળે છે લોન
PM Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર પરંપરાગત વ્યવસાયમાં કામ કરતા લોકોને તાલીમ આપે છે. અને તેમને ઓછા વ્યાજ દરે લોન પણ આપવામાં આવે છે. ભારત સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર આર્થિક લાભની સાથે વિશેષ લોકોને લોન પણ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યોજના 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં સરકાર દ્વારા 18 પરંપરાગત નોકરી કરતા લોકોને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવે છે. તો આની સાથે તે લોકોને પોતાનો બિઝનેસ શરુ કરવા માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન પણ આપવામાં આવે છે.
સરકારના સેન્ટ્રલ સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 10 નવેમ્બર, 2024 સુધી આ યોજના હેઠળ 10 લાખથી વધુ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. હાલમાં આ યોજના હેઠળ 34 હજાર લોકો તાલીમ લઈ રહ્યા છે.
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ 23,31,849 લોકોએ આ યોજના માટે સફળતાપૂર્વક અરજી કરી છે. યોજના હેઠળ લોકોને કાર્ડ પણ આપવામાં આવ્યા છે. તો તેમાંથી 10,22,244 લોકોની તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ, સરકાર પરંપરાગત વ્યવસાયોમાં કામ કરતા લોકોને લાભો પ્રદાન કરે છે, જેમાં લોખંડના કામદારો, લાકડાના કામદારો, કપડાની સિલાઈ કરનારા, પથ્થર કામદારો અને આવા તમામ કામદારોનો સમાવેશ થાય છે.
આ તમામ લોકોને કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે. જેમાં આધુનિક મશીનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેથી કરીને તે પોતાના કામમાં વધુ સુધારો કરી શકે અને આવકમાં વધારો કરી શકે. તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા લોન આપવામાં આવે છે.
સરકાર પહેલા 1 લાખ રૂપિયાની લોન આપે છે. તે લોન ચૂકવવામાં આવે છે. ત્યાર બાદ સરકાર બીજી 2 લાખ રૂપિયાની લોન આપે છે. આ યોજનામાં, આ લોન સરકાર દ્વારા 5% ના વ્યાજ દરે આપવામાં આવે છે.