દર મહિને ફક્ત 1411 રૂપિયાના રોકાણ પર મળશે 35 લાખ રૂપિયા રિટર્ન, જાણો પોસ્ટ ઓફિસની આ યોજના વિશે
આજે પણ દેશનો એક મોટો વર્ગ એવો છે જે પોતાના પૈસા પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બજારના જોખમથી મુક્ત છે અને રોકાણકારને મહત્તમ વળતર આપે છે. વધતી જતી મોંઘવારીમાં પોસ્ટ ઓફિસની સ્કીમ લોકોને સારું વળતર આપવામાં મદદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે પણ લાંબા સમય સુધી તમારા પૈસાનું રોકાણ કરીને વધુમાં વધુ વળતર મેળવવા માંગો છો, તો તમે પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકો છો. આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમે દર મહિને નાના રોકાણ પર ભવિષ્યમાં મોટી રકમ મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ યોજનાની ખાસ બાબતો વિશે.
પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરવા માટે તમારી ઉંમર 19 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ભારતીય નાગરિક હોવું આવશ્યક છે. આ સ્કીમમાં તમે 10 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
આ યોજનામાં રોકાણકાર દર મહિને, ત્રણ મહિના, છ મહિના અને વાર્ષિક ધોરણે પ્રીમિયમ જમા કરી શકે છે. પ્રીમિયમ ચુકવણીની છેલ્લી તારીખ વીતી ગયા પછી રોકાણકારોને 30 દિવસ સુધી પ્રીમિયમ ચૂકવવાની રાહત મળે છે. આ યોજનાની વિશેષતા એ છે કે તમે ભવિષ્યમાં આ યોજનામાં લોનની સુવિધા મેળવી શકો છો.
જો તમે પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજના પર લોન લેવા માંગતા હો તો તમારે આ યોજનામાં ઓછામાં ઓછું 4 વર્ષનું પ્રીમિયમ ચૂકવવું જરૂરી છે. ચાર વર્ષ રોકાણ કર્યા બાદ તમને આ સ્કીમ પર લોનની સુવિધા મળશે.
આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો તમે 55 વર્ષની ઉંમરે આ સ્કીમમાં 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો તો તમારે દર મહિને 1515 પ્રીમિયમ ચૂકવવું પડશે.
બીજી બાજુ જો તમે 58 વર્ષની ઉંમરે 10 લાખનું રોકાણ કરો છો તો તમારે પ્રીમિયમ તરીકે 1411 રૂપિયા ચૂકવવા પડશે. 60 વર્ષની ઉંમરે તમને મેચ્યોરિટી પર 34.60 લાખ રૂપિયાની રકમ મળશે. જો કોઈ વ્યક્તિનું યોજના પુરી થાય તે અગાઉ મોત થઇ જાય તો તો નોમિનીને તમામ પૈસા મળશે.