Pradhan Mantri Vaya Vandana Yojana: દર મહિને સારુ પેન્શન અપાવનારી આ યોજના વિશે જાણો
પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) સામાજિક સુરક્ષા યોજના અને પેન્શન યોજના છે અને ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે. પરંતુ તે ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સંચાલિત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને અન્ય યોજનાઓ કરતાં રોકાણ પર વધુ વ્યાજ મળે છે. આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો માસિક અથવા વાર્ષિક પેન્શન પ્લાન પસંદ કરી શકે છે.
જો તમે માસિક પેન્શન પ્લાન પસંદ કરો છો, તો તમને 10 વર્ષ માટે 8% વ્યાજ મળશે. બીજી તરફ જો તમે વાર્ષિક પેન્શન પસંદ કરો છો, તો તમને 10 વર્ષ માટે 8.3% વ્યાજ મળશે.
ભારત સરકાર દ્વારા દેશના વરિષ્ઠ નાગરિકો માટે 4 મે, 2017ના રોજ પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રોકાણ માટેની મહત્તમ મર્યાદા પહેલા સાડા સાત લાખ હતી, જે વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. તમે LICની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકો છો. પેન્શનનો પ્રથમ હપ્તો 1 વર્ષ, 6 મહિના, 3 મહિના અથવા રકમ જમા કરાવ્યાના એક મહિના પછી મળશે.
પેન્શન તમે કયો વિકલ્પ પસંદ કરો છો તેના પર આધાર રાખે છે. રોકાણના આધારે દર મહિને 1000 થી 9250 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. તમામ સામાન્ય વીમા યોજનાઓમાં ટર્મ ઈન્સ્યોરન્સ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે. પરંતુ પ્રધાનમંત્રી વય વંદના યોજના પર GST લાગતો નથી.