Property Tips: નવરાત્રીમાં પ્રૉપર્ટીમાં રોકાણ કરવુ ખૂબ જ ફાયદાકારક, થશે ખૂબ જ ફાયદો
ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ પ્રોપર્ટી બુકિંગમાં પણ ડિસ્કાઉન્ટ આપે છે. ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓ નવરાત્રીના અવસર પર નવા પ્રોજેક્ટની જાહેરાત કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. દેશમાં 26 સપ્ટેમ્બર 2022થી નવરાત્રીનો પ્રારંભ થયો છે. હવે આગામી થોડા દિવસોમાં દશેરા, ધનતેરસ અને દિવાળીનો તહેવાર ઉજવાશે. નવરાત્રીના નવ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. આ સમયે લોકો સોનું, ચાંદી, પ્રોપર્ટી, કાર વગેરેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે કારણ કે આ સમયે મુહૂર્ત ખૂબ જ શુભ હોય છે.
ઘણા નિષ્ણાતો નવરાત્રીના અવસરને પ્રોપર્ટી ખરીદવા માટે અત્યંત ફાયદાકારક માને છે કારણ કે આ સમયે સારા સમયની સાથે ગ્રાહકોને શ્રેષ્ઠ ડીલ પણ મળે છે. ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી ગ્રાહકોને શું લાભ મળે છે.
નવરાત્રી દરમિયાન ઘણી બેંકો તેમના ગ્રાહકોને હોમ લોન પર વિવિધ વિશેષ ઓફરો આપે છે. આમાં, પ્રોસેસિંગ ફીની માફીથી લઈને વ્યાજ દરોમાં છૂટછાટ, તમને તેનો લાભ મળે છે. આ સાથે તમને આવકવેરામાં છૂટનો લાભ પણ મળે છે.
આ સાથે કંપનીઓ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે પ્રોપર્ટી બુકિંગમાં ડિસ્કાઉન્ટ પણ આપે છે. સામાન્ય રીતે ગ્રાહકોએ ફ્લેટના બુકિંગ માટે 50% રકમ જમા કરાવવી પડે છે અને બાકીની 50% રકમ ઘરનો કબજો મેળવવા માટે પરંતુ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ માત્ર 40% રકમ પર જ બુકિંગ સુવિધા પ્રદાન કરે છે.
ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓ નવરાત્રીના અવસર પર નવા પ્રોજેક્ટની જાહેરાત કરે છે. આ તમને ઘર ખરીદવા માટે વધુ વિકલ્પો આપે છે.
તહેવારોની સિઝનમાં ઘર ખરીદવા પર તમે ફ્રી પાર્કિંગની સુવિધા, એસી, ફ્રિજ, ટીવી, લેપટોપ જેવી ઘણી આકર્ષક ઑફર્સ પણ મેળવી શકો છો.