ATM Alert: RBIએ બેન્ક ગ્રાહકોને કર્યા એલર્ટ, ATM યુઝ કરતા સમયે કેટલીક ખાસ બાબતોનું રાખો ધ્યાન
ઘણી વખત લોકો એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બને છે. આવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે એટીએમ યુઝર્સને ચેતવણી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટીએમ યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આજકાલ લોકો બેંકમાં જવાને બદલે એટીએમમાંથી કાર્ડથી રોકડ ઉપાડવાનું પસંદ કરે છે. એટીએમના વધતા ઉપયોગ સાથે તેનાથી સંબંધિત છેતરપિંડીની ઘટનાઓ પણ ઝડપથી વધી રહી છે.
આજકાલ એટીએમ કાર્ડ ક્લોન કરીને છેતરપિંડી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં RBIએ ગ્રાહકોને આવા ATM ફ્રોડથી સુરક્ષિત રાખવા માટે કેટલીક ટિપ્સ આપી છે.
તમારો ATS PIN ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં. આ સાથે તેને ક્યાંય પણ લખીને સાચવશો નહીં.
આ સાથે એટીએમ મશીનમાં પિન દાખલ કરતી વખતે તમારા હાથથી પિન કીપેડને છૂપાવીને રાખો. પૈસા ઉપાડવા માટે કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ ન લો.
આ ઉપરાંત તમારે રોકડ ઉપાડ્યા પછી કેન્સલ બટન જરૂરથી દબાવો. આ સાથે તમારું એટીએમ કાર્ડ અને કેશ હેડ લેવાનું યાદ રાખો.
જો તમારા એટીએમ મશીનમાં કાર્ડ ફસાઈ જાય તો તરત જ તમારી બેંકને ફોન કરો અને તેની જાણ કરો. જો કેશ બહાર ન આવી રહી હોય તો પણ તમે તેના વિશે બેંકને જાણ કરી શકો છો.