Reliance Jio 5G launch : આકાશ અંબાણીએ નાથદ્વારામાં જિયો 5G સર્વિસ લોન્ચ કર્યા બાદ શ્રીનાથજીના કર્યા દર્શન, જુઓ તસવીરો
શ્રીનાથજીના દર્શ કર્યા બાદ આકાશ અંબાણીએ કહ્યું કે આજથી નાથદ્વારામાં Jio True 5G સેવા સાથે 5G પાવર વાઇફાઇ સેવાઓ શરૂ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં 5G સેવા શરૂ કરતાં રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે અમારો પ્રયાસ છે કે ભારતના દરેક ખૂણે 5G સેવા શરૂ થાય.
આ દરમિયાન તેમણે જિયોની ટ્રુ 5જી સેવા આખા દેશમાં વહેલી તકે શરૂ કરવાની વાત કરી.
આ પ્રસંગે આકાશ અંબાણીના પત્ની શ્લોકા પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિયો ટ્રૂ 5જી સર્વિસ લોન્ચ કર્યા બાદ આકાશ અંબાણી, શ્લોકા અંબાણીએ લોકોનું અભિવાદન કર્યુ હતું.
દેશવાસીઓને દિવાળીની શુભાકામના આપતાં આકાશ અંબાણીએ કહ્યું, ભગવાન શ્રીનાથજીની કૃપાથી નાથદ્વારામાં જિયો ટ્રૂ 5જીની સર્વિસ સાથે 5જી પાવર્ડ વાઇફાઇ સેવાનો શુભારંભ થયો છે.
નાથદ્વારા મંદિરના વિશાલ બાવાએ પણ કહ્યું હતું કે અમે 5G સેવાઓની રજૂઆતને આવકારીએ છીએ. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)