Overdraft Facility: ઇમર્જન્સીના સમયે બેન્કની આ સુવિધાનો ઉઠાવો લાભ, જાણો ઓવરડ્રાફ્ટની તમામ ડિટેલ્સ...........
Overdraft Facility: બેન્ક ઓવરડ્રાફ્ટ પોતાના ગ્રાહકોને અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપે છે, એ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા ખાતમાં જેટલા પૈસા હોય છે, આપણે એટલા જ ઉપાડી શકીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે પોતાની જરૂરિયાત અનુસાર ખાતામાં પૈસા ના હોય તો પણ કાઢી શકાય છે. ઘણીવાર આપણને જીવનમાં અચાનક પૈસાની જરૂર પડી જાય છે, આવામાં મોટાભાગના લોકો મનમાં લૉન લેવાનુ વિચારે છે, પરંતુ તમે લૉનની જગ્યાએ એક ખાસ સુવિધાનો લાભ પણ ઉઠાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સુવિધાનુ નામ છે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી- આ સુવિધા દ્વારા બેન્ક અને નૉન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) પોતાના ગ્રાહકોને ઇમર્જન્સી ફેન્ડ આપે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ એક રીતની લૉન જ છે, જેમાં કોઇપણ વ્યક્તિ પોતાના ખાતમાં જમા પૈસાથી વધુ લૉન્ લઇ શકે છે.
ઓવરડ્રાફ્ટ ફેસિલિટી અને બેન્ક લૉનમાં કેટલોક મોટો ફરક છે - ઓવરડ્રાફ્ટ ફેસિલિટીમાં વ્યાજનુ કેલક્યૂલેશન દરરોજના આધારે થાય છે, વળી લૉનમાં વ્યાજનુ કેલક્યૂલેશન મહિનાના આધાર પર થાય છે. ઓવરડ્રાફ્ટ પર તમારે વધારે વ્યાજની ચૂકવણી કરવી પડે છે. બેન્ક તમને કેટલી રકમની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપશે, આ માત્ર બેન્ક પર જ નિર્ભર કરે છે.
બેન્ક અને NBFC બે રીતે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપે છે, જે સિક્યૉર્ડ અને અનસિક્યૉર્ડ - સિક્યૉર્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટીમાં તમને એફડી, ઘર, પ્રૉપર્ટી, સેલેરી વગેરેમાંથી કંઇક ગીરવે રાખવુ પડે છે. વળી, અનસિક્યૉર્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટીમાં તમારે કોઇપણ પ્રકારની પ્રૉપર્ટીને ગીરવે નથી રાખવી પડતી. અનસિક્યૉર્ડ ઓવરડ્રાફ્ટમાં તમારે ક્રેડિટ કાર્ડ દ્વારા વિડ્રૉલની સુવિધા મળે છે.
આની સાથે જ લૉન લીધા બાદ તમારે દર મહિને EMI તરીકે પૈસાનુ પ્રીપેમેન્ટ કરવુ પડે છે, વળી, ઓવરડ્રાફ્ટ અમાઉન્ટને તમે એકવારમાં ચૂકવી શકો છો. આની સાથે જ લૉન લેવાની સરખામણીમાં ઓવરડ્રાફ્ટ ફેસિલિટીનો લાભ ઉઠાવવો આસાન હોય છે.
બેન્કના નિયમો અનુસાર, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી સિંગલ અને જૉઇન્ટ બન્ને રીતે લઇ શકાય છે. આવામાં આ પૈસાને પરત કરવાની જવાબદારી બન્ને વ્યક્તિને હોય છે. આની સાથે જો બન્ને લોકો પૈસા નથી ચૂકવતા તો ગીરવે રાખેલી સંપતિમાથી પૈસા વસૂલ કરવામાં આવે છે.