Bank Saving Rates: બચત ખાતા પર 7 ટકા સુધી વ્યાજ આપી રહી છે આ 6 બેન્કો, અહીં જુઓ પુરેપુરુ લિસ્ટ.....
Saving Account Interest Rate: આજકાલ બચત કરનારા લોકો વ્યાજને લઇને ખુબ જ મથામણ કરતાં હોય છે, કેમકે સામાન્ય લોકો સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખે છે, પરંતુ તેમને ખાસ વ્યાજ મળતું નથી. આજે અમે તમને એવી બેંકો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે સૌથી વધુ વ્યાજ આપી રહી છે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબચત ખાતાઓ અન્ય રસ્તાઓની સરખામણીમાં ઓછા વળતર હોવા છતાં મોટી સંખ્યામાં લોકોની પહેલી પસંદગી બને છે. આનું કારણ ગ્રાહકોને બચત ખાતા સાથે મળતી બીજી કેટલીય ખાસ સુવિધાઓ પણ છે.
પરંતુ જો તમને બચત ખાતા પર જ સારું વ્યાજ મળે તો શું... આજે અમે તમને એવી 6 બેન્કો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે હાલમાં બચત ખાતા પર 7% સુધીનું વ્યાજ આપી રહી છે.
એરટેલ પેમેન્ટ્સ બેંકઃ - આ એક સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ બેન્ક છે. આ 1 લાખથી 2 લાખ રૂપિયાના બેલેન્સવાળા સેવિંગ્સ એકાઉન્ટ પર 7 ટકાના દરે વ્યાજ ચૂકવે છે. વળી, 1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 2 ટકાના દરે વ્યાજ ચૂકવે છે.
ESAF સ્મોલ ફાઇનાન્સ બેંકઃ - આ બેન્ક રૂ. 5 લાખ સુધીના બેલેન્સ પર 4 ટકા વ્યાજ ઓફર કરે છે, જ્યારે 15 લાખથી વધુના બેલેન્સ પર 6.5 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.
ઇક્વિટાસ સ્મૉલ ફાઇનાન્સ બેંકઃ - આ બેન્કમાં 1 લાખ રૂપિયા સુધી 3.5 ટકા, 1 થી 5 લાખ રૂપિયા સુધી 5.25 ટકા અને 5 લાખ રૂપિયાથી વધુની બેલેન્સ પર 7 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.
Fincare Small Finance Bank: - આ બેન્ક 1 લાખથી 5 લાખની વચ્ચેના બેલેન્સ પર 6.11 ટકા અને 5 લાખથી વધુની બેલેન્સ પર 7.11 ટકા વ્યાજ ચૂકવે છે.
સૂર્યોદય સ્મૉલ ફાઇનાન્સ બેંકઃ - આ બેન્ક 1 લાખ અને 5 લાખ વચ્ચેની બેલેન્સ પર 6.75 ટકા વ્યાજ અને 5 લાખથી વધુની બેલેન્સ પર 7 ટકા વ્યાજ ચૂકવે છે.
એયુ સ્મૉલ ફાઇનાન્સ બેંકઃ - આ બેંકમાં 25 લાખથી વધુ પરંતુ 1 કરોડથી ઓછી રકમ પર 7%ના દરે વ્યાજ આપવામાં આવે છે.