Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે
આધાર હાઉસિંગ ફાઇનેન્સ (Aadhar Housing Finance): આધાર હાઉસિંગ ફાઇનેન્સનો શેર આજે લગભગ 4 ટકા ઘટીને 426 રૂપિયા પર આવ્યો છે. તેને કોટક સિક્યોરિટીઝથી 550 રૂપિયાનું ટાર્ગેટ મળ્યું છે. એટલે કે આ શેર 25 ટકા કમાણી કરાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજુનિપર હોટેલ્સ (Juniper Hotels): આ હોસ્પિટાલિટી શેર લગભગ 1 ટકાના નુકસાનમાં આજે 392 રૂપિયા પર છે. એક્સિસ સિક્યોરિટીઝે 475 રૂપિયાનું ટાર્ગેટ આપીને લગભગ 20 ટકા રિટર્ન મળવાની આશા વ્યક્ત કરી છે.
પ્રવેગ (Praveg): આ મલ્ટીબેગર શેરના ભાવમાં આજે લગભગ 6 ટકાનો વધારો આવ્યો છે અને તે 885 રૂપિયાથી ઉપર નીકળ્યો છે. તેને મોનાર્ક નેટવર્થ કેપિટલે બાય રેટિંગ સાથે 1,130 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. એટલે કે તેનાથી લગભગ 30 ટકા કમાણી થઈ શકે છે.
ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત (Godawari Power & Ispat): તે લગભગ 2 ટકા ઘટીને 911 રૂપિયાથી નીચે સરકી ગયો છે. મોનાર્ક નેટવર્થ કેપિટલે તેને 1,240 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. એટલે કે આ શેરથી લગભગ 35 ટકા કમાણી થઈ શકે છે.
સોમાની સેરામિક્સ (Somany Ceramics): સોમાની સેરામિક્સનો શેર આજે 0.45 ટકા મજબૂત થઈને 712 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યો છે. ઇક્વાયરસ વેલ્થે આ શેરને 984 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. એટલે કે તેને લગભગ 40 ટકા રિટર્ન મળવાની આશા છે.
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતી હેતુ આપવામાં આવી રહી છે. અહીં જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા લગાવતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો. ABPLive.com તરફથી કોઈને પણ પૈસા લગાવવાની અહીં ક્યારેય પણ સલાહ આપવામાં આવતી નથી.