એક Home Loan લીધા બાદ બીજી હોમ લોન લઈ શકો ? જાણો શું છે પ્રોસેસ
પોતાના ઘરમાં રહેવાનું સપનું દરેકનું હોય છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ પૈસા ન હોવાના કારણે ઘર નથી ખરીદી શકતા. આવી સ્થિતિમાં પોતાનું ઘર ખરીદવાનો શ્રેષ્ઠ વિકલ્પ હોમ લોન લેવાનો છે. એવા ઘણા લોકો છે જેઓ ઘર ખરીદવા માટે હોમ લોનનો સહારો લે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણી વખત હોમ લોન લીધા પછી પણ પૈસાની અછત રહે છે કારણ કે ઘર ખરીદ્યા પછી પણ ઘણું કામ કરવાનું હોય છે. આવી સ્થિતિમાં બીજી હોમ લોન લેવાનો વિચાર ઘણા લોકોના મનમાં આવે છે, પરંતુ શું એક હોમ લોન લીધા પછી બીજી હોમ લોન લઈ શકાય? આવો જાણીએ.
જો તમે એક હોમ લોન લીધા પછી બીજી હોમ લોન લેવા માંગો છો, તો તમે ટોપ અપ હોમ લોન લઈ શકો છો. હોમ લોન લીધા પછી ટોપ-અપ હોમ લોન લેવામાં આવે છે. આ લોન પર વ્યાજ દર પણ ઓછો છે. ચાલો જાણીએ શું છે ટોપ-અપ હોમ લોન.
જો એક હોમ લોન પર્યાપ્ત નથી, તો તમે ટોપ-અપ હોમ લોન લઈ શકો છો. તમને ટોપ-અપ હોમ લોન પર ઘણા સારા ફાયદા પણ મળે છે. જો કોઈ ગ્રાહક તેની લોનની EMI 12 મહિના સુધી સ્કિપ કર્યા વિના ચૂકવે છે, તો તે ટોપ-અપ હોમ લોન લઈ શકે છે.
ટોપ-અપ હોમ લોનની મુદત વિશે વાત કરીએ તો, આ લોનની મુદત વિવિધ બેંકો અનુસાર બદલાય છે. સામાન્ય હોમ લોન અને ટોપ-અપ હોમ લોનના વ્યાજ દરમાં 1 થી 2 ટકાનો તફાવત છે. ટોપ-અપ હોમ લોન પરના વ્યાજ દર સામાન્ય હોમ લોન કરતા વધારે છે.
તમે તમારી એક હોમલોન ચાલુ હોય તે સમયગાળા દરમિયાન બીજી ટોપ અપ લોન લઈ શકો છો. તમે દર મહિને સમયસર ઈએમઆઈની ચૂકવાણી કરવાની રહેશે.