Tax Saving FD: વરિષ્ઠ નાગરિકોને અહીં FD પર મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ, જુઓ સંપૂર્ણ યાદી
Senior Citizen Tax Saving FD: જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે અને ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ શોધી રહ્યા છો, તો ટેક્સ સેવિંગ એફડી એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે કુલ 5 વર્ષ માટે ટેક્સ સેવિંગ FDમાં રોકાણ કરીને આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખની છૂટ મેળવી શકો છો. ચાલો તે બેંકો વિશે માહિતી આપીએ, જે તેમના ગ્રાહકોને સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે.
ખાનગી ક્ષેત્રની ડીસીબી બેંક (DCB બેંક) વરિષ્ઠ નાગરિકોને 8.10 ટકા વ્યાજ દર કર બચત ઓફર કરે છે.
એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને યસ બેંક વરિષ્ઠ નાગરિકોને કર બચત FD 7.75% વ્યાજ દર ઓફર કરે છે.
HDFC બેંક, ICICI બેંક અને RBL બેંક વરિષ્ઠ નાગરિકોને કર બચત FD પર 7% વ્યાજ દર ઓફર કરે છે.
નોંધનીય બાબત એ છે કે તમારે ટેક્સ સ્લેબ મુજબ આ એફડી પર મળનારા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે.