IN PICS: 1300 ફુટ લાંબુ કાર્ગો જહાજ નમી જતાં વિશ્વનો સૌથી મોટો શિપ ટ્રાફિક જામ લાગ્યો
વિશ્વનો સૌથી મોટો વિશ્વના સૌથી વ્યસ્ત માર્ગમાં એક ગણાતા સુએઝ જળ માર્ગંમાં ૪૦૦ મીટરની લંબાઇ ધરાવતું જહાજ ફસાઇ જતા ટ્રાફિક જામ થયો હતો. ઇજિપ્તનું નિયંત્રણ ધરાવતા આ વિસ્તારમાં ક્રુડ ઓઇલ સહિતની માલસામાનની વસ્તુઓની હેરાફેરી માટે માલવાહક જહાજો પસાર થતા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરિયામાં પવનની જોરદાર થપાટોના કારણે જહાજ નહેરના માર્ગમાં ફસાઇ ગયું હતું. જહાજ તેના મૂળ માર્ગથી થોડાક થોડાક અંતરે ફંટાઇને અલગ થતું રહયું હતું. જહાજના કેપ્ટન અને સંચાલન ટીમે નિયંત્રણમાં રાખવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા પરંતુ અકસ્માત અટકાવી શકયા ન હતા. આ જહાજમાં કુલ ૨૫ જેટલો સ્ટાફ છે જે તમામ સુરક્ષિત છે.
૪૦૦ મીટર લાંબુ અને ૫૯ મીટર પહોંળુ અને ૨.૨૪ લાખ ટનનું કન્ટેનર જહાજ ફસાઇ જવાથી અન્ય જહાજોનો માર્ગ બંધ થઇ જતા ૧૫૦ જેટલા જહાજો Suez Canalમાંથી પસાર થવાની રાહ જોઇ રહયા છે. ટ્રાફિક જામની સ્થિતિ જોતા કેટલાકે તો આને દુનિયાનો સૌથી લાંબો શિપિંગ જામ ગણાવ્યો છે.
જહાજનો આગળનો ભાગ નહેરની દિવાલને ટચ કરી રહયો છે તો પાછળનો ભાગ નહેરના પશ્ચિમ ભાગ તરફ જોવા મળે છે. જહાજને સીધું કરવા માટે ટગ બોટનો ઉપયોગ કરવામાં આવી રહયો છે.
Suez Canal એ ઇજીપ્તમાંથી પસાર થતી માનવનિર્મીત નહેર છે, જે રાતા સમુદ્ર અને ભુમધ્ય સમુદ્રને જોડે છે. તેને નવેમ્બર ૧૮૬૯માં ખુલ્લી મુકવામાં આવી હતી.
Suez Canalનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપ અને એશીયા વચ્ચે આફ્રીકાનું ચક્કર લગાવ્યા વગર જલ પરીવહનનો હતો. તેનું ઉત્તર ટર્મિનસ છે પોર્ટ સઈદ અને દક્ષિણ ટર્મિનસ છે પોર્ટ તૌફિક, કે જે સુએઝ શહેરમાં આવેલું છે.
એક સમય એવો હતો કે સુવેઝ નહેરમાંથી દિવસના અજવાળામાં જ જહાજો પસાર થતા હતા પરંતુ ૧૮૮૭માં સુવિધા ઉભી કરવામાં આવતા રાત્રે પણ જહાજોનું આવન જાવન શરુ થયું હતું.
એક સમય એવો હતો કે ૧૬૮ કિમી લંબાઇ ધરાવતી નહેર પસાર કરવામાં ૩૬ કલાક જેટલો લાંબો સમય થતો હતો પરંતુ હવે ૧૮ કલાક જેટલો સમય લાગે છે.
વેપાર અને સંરક્ષણની દ્વષ્ટીએ વ્યુહાત્મક મહત્વ ધરાવતી સુએઝ નહેર પર હાલમાં ઇજીપ્ત દેશનું નિયંત્રણ છે.
સુએઝ નહેરમાંથી પસાર થવાનો ટેકસ પનામા નહેર કરતા ખૂબ વધારે છે. જો કે તેનું નિર્માણ કરવાનો ખર્ચ જે તે સમયે પનામા કરતા ખૂબ ઓછો લાગ્યો હતો.