Government Schemes: દરેક માટે હોય છે સરકારી યોજનાઓ, તમારા માટે કઈ છે શ્રેષ્ઠ આ રીતે કરો ચેક
તમારા માટે કઈ યોજના વધુ સારી છે તે જાણવા માટે તમારે પહેલા myscheme.gov.in પર જવું પડશે. આ એક સરકારી વેબસાઈટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તમારે Find Schemes For You પર ક્લિક કરવાનું રહેશે, ત્યાર બાદ કેટલાક સ્ટેપમાં માંગવમાં આવેલી માહિતી ભરવી પડશે.
ઉંમર, રાજ્ય, મેઇલ વગેરે જેવી સાચી માહિતી આપ્યા પછી અને સાત સ્ટેપમાં સંપૂર્ણ માહિતી ભર્યા પછી, તમારા માટે કઈ યોજના વધુ સારી છે તેની માહિતી ખુલશે.
તમે આ યોજનાઓ વાંચીને અને પાત્રતા વગેરે જાણ્યા પછી અરજી કરી શકો છો. અહીં તમને એપ્લાય કરવાની રીત વિશે પણ માહિતી મળશે.
તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ હેઠળ લોન, નાણાકીય સહાય, મફત રાશન અને અન્ય વસ્તુઓ મેળવી શકો છો.
આ વેબસાઇટ પર કુલ 583 યોજનાઓ છે, જેમાં કેન્દ્ર સરકારની 225 યોજનાઓ અને રાજ્ય સરકારની 358 યોજનાઓનો સમાવેશ થાય છે.