Tax Saving FDs:આ પ્રાઇવેટ બેન્ક સીનિયર સિટીઝન કસ્ટમર્સને ટેક્સ સેવિંગ એફડી પર આપી રહી છે 7.50 ટકા સુધી રિટર્ન
અમે તમને એવી ખાનગી બેંકોની માહિતી આપી રહ્યા છે જેમા વરિષ્ઠ નાગરિકો ટેક્સ સેવર એફડીમાં રોકાણ કરીને સૌથી વધુ વળતર મેળવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકો ઘણીવાર વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકો કરતાં વધુ વ્યાજ દર ઓફર કરે છે. જો તમારું પેન્શન ટેક્સ સ્લેબ કરતા વધારે છે, તો તમારે ટેક્સ પણ ચૂકવવો પડી શકે છે.
આવી સ્થિતિમાં, તમે ટેક્સ સેવર એફડીમાં નાણાંનું રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો અને 7.50% સુધીનું વળતર મેળવી શકો છો.
જો તમે DCB બેન્ક ટેક્સ સેવર FD પર રૂ. 1.5 લાખનું રોકાણ કરો છો તો વરિષ્ઠ નાગરિકોને 7.10% વ્યાજ મળે છે.
વરિષ્ઠ નાગરિકોને ઈન્ડસલેન્ડ બેંક ટેક્સ સેવર એફડીમાં રોકાણ કરવા પર 7.50% વળતર મળે છે. જ્યારે સામાન્ય લોકોને ટેક્સ સેવર એફડી પર 6.50% વ્યાજ મળે છે.
વરિષ્ઠ નાગરિકોને આરબીએલ બેંક ટેક્સ સેવર એફડી પરના તેમના રોકાણ પર 7.05% વળતર મળે છે. આમાં, તમને રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.
બીજી બાજુ જો ઘણા વરિષ્ઠ નાગરિક IDFC ફર્સ્ટ બેંકની 5-વર્ષની ટેક્સ સેવર FD પર રોકાણ કરે છે, તો તેને 7.00% વળતર મળે છે. તમને 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ પણ મળે છે.