Home Loan: કઇ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન? આટલું છે વ્યાજ દર
Cheapest Home Loan: દરેક વ્યક્તિનું ઘર ખરીદવાનું સપનું હોય છે, આ માટે તેઓ સખત મહેનત કરે છે અને લાખો રૂપિયા બચાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રોપર્ટીના ભાવમાં ઝડપી વધારા બાદ હવે લોન લીધા વગર ઘર ખરીદવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે કે તમારે ચોક્કસપણે લોન લેવી પડશે.
ઘર માટે લોન લેતી વખતે લોકો અસમંજસમાં રહે છે કે કઈ બેન્કમાંથી સૌથી સસ્તી લોન મળશે. આ માટે તેઓ રિસર્ચ પણ કરે છે.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે તમામ મોટી બેન્કોના લોનના વ્યાજ દર લગભગ સમાન હોય છે, તેમાં થોડો તફાવત હોય છે.
કેટલીક બેન્કો તેમના ગ્રાહકો માટે વ્યાજ દરો ઓછા રાખે છે, જેના કારણે બેન્કમાંથી લોન લેનારા લોકોની સંખ્યા પણ વધે છે.
સૌથી સસ્તી હોમ લોન વિશે વાત કરીએ તો હાલમાં બેન્ક ઓફ ઈન્ડિયા 8.30 ટકાના સૌથી નીચા દરે હોમ લોન ઓફર કરી રહી છે.
આ પછી અન્ય બેન્કો 8.35 થી 8.60 ટકા સુધીના વ્યાજ દર સાથે હોમ લોન ઓફર કરી રહી છે. હોમ લોનનું વ્યાજ પણ ક્રેડિટ સ્કોર, લોનની રકમ અને અરજદારની પ્રોફાઇલ પર આધારિત છે.