Traffic Rules: ટ્રાફિક મેમોના ડરથી છુપાવી હોય નંબર પ્લેટ તો થઈ જાવ સાવધાન, ફાટી શકે છે આટલા રૂપિયાનો મેમો
કેમેરા ચલણની ખાસ વાત એ છે કે તેમાં કોઈ ભેદભાવ નથી, જો કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કરે છે તો તે કેમેરાની નજરમાં આવી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેડ લાઈટ ઓળંગવા, હેલ્મેટ ન પહેરવા કે નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવવા માટે કેમેરા દ્વારા ચલણ જારી કરવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો હવે તેનાથી બચવાના ઉપાયો શોધવા લાગ્યા છે.
કેમેરામાં કેદ ન થાય તે માટે, લોકો તેમની નંબર પ્લેટ છુપાવે છે, કેટલાક લોકો તેના પર ટેપ લગાવે છે અને કેટલાક જાણી જોઈને તેને માટીથી ઢાંકી દે છે.
જો તમે પણ આવું જ કરતા હોવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે જો તમે આ કરો છો, તો તમને 5,000 રૂપિયાનું ચલણ મળી શકે છે.
નંબર પ્લેટ છૂપાવી કે તેની સાથે કોઈપણ રીતે ચેડાં કરવામાં આવે તો વાહન પણ જપ્ત કરી શકાય છે.
ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવા બદલ હજારો રૂપિયાનો દંડ થઈ શકે છે.